Gujarat

કોડીનારના મીતિયાજ ગામે ખેડુતોને ડુપ્લીકેટ DAP ખાતર પધરાવી દેનાર શખ્સોને નવાબંદર પોલીસે ઝડપી પાડ્યા….

નામદાર કોર્ટે તમામ આરોપીઓને 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા…

નવાબંદર મરીન પોલીસ ગત તા.24 ડી.2023 ના રોજ સોશ્યલ મીડીયા માધ્યમથી કોડીનાર પંથકમાં નકલી DAP ખાતરથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. જેને લઇ કોડીનાર કિશાન એકતા સમીતી દ્વારા ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથને આ બાબતે તપાસ કરવા અરજી આપેલ હતી. જે ખેતીવાડી અધિકારી ડી.એ.જાદવ ટીમે તપાસ કરી નવાબંદર મરીન પોલીસે આ ડુપ્લીકેટ DAP ખાતર પુરૂ પાડનાર તડ ગામના પરેશ પુંજા લાખણોત્રા તથા તપાસમાં ખુલેલ અન્ય શખ્સો સામે નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉનાના તડ ગામે રહેતો અને કિસાન એગ્રો ટ્રેડર્સનો સંચાલક પરેશ પુંજા લાખણોત્રા રહે.તડ વાળાને આ ગુન્હામાં તાત્કાલીક હસ્તગત કરી પુછપરછ કરતા પોતે ડુપ્લીકેટ DAP ખાતર જુનાગઢના મુળરાજ ઉર્ફે મુળુભાઇ નારણભાઇ ચાવડા મારફત કોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણા પાસેથી ડુપ્લીકેટ DAP ખાતર લીધેલ હોવાની કબુલાત આપતા હતી. અને જેના મારફત આ ડુપ્લીકેટ DAP ખાતર આપવામાં આવેલ હતુ, તે મુળરાજ ઉર્ફે મુળુ નારણભાઇ ચાવડા રહે.જુનાગઢ વાળાની પુછપરછ કરતા તેઓ ક્રોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણાના કમીશન એજન્ટ તરીકે કામ કરતા હતા. અને ડુપ્લીકેટ DAP ખાતર ક્રોપ્સ ફર્ટીલાઇઝર કંપની માથી આવેલ હોવાનું જણાવતા તેની પોલીસે અટક કરી હતી.
અને ક્રોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણાના જવાબદાર ભાર્ગવ કૃષ્ણકાંત રામાનુજ રહે.ચાંદખેડા અમદાવાદ કંપનીમાં મુખ્ય વ્યકિત તરીકે કામ કરતો અને નંદકિશોર ઉર્ફે નંદુભાઈ બાબુલાલ લોહાર રહે.ચાંદખેડા અમદાવાદ જે કંપનીના ડાઇરેક્ટર હોય આ બંનેની પોલીસે વધું પુછપરછ હાથ ધરતા આ શખ્સોએ પોતે ગુન્હો કરેલ હોવાની કબુલાત આપતા બંને શખ્સોની અટક કરવામાં આવી હતી.
તડ ગામે રહેતો પરેશ પુંજા લાખણોત્રા એ વગર લાઇસન્સો પોતાની કિશાન એગ્રોમાં મુળરાજ ઉર્ફે મુળુભાઈ નારણભાઈ ચાવડા રહે.જુનાગઢ વાળા મારફત ડુપ્લીકેટ DAP ખાતર ક્રોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણા ખાતેથી મંગાવી કોડીનારના મીતિયાજ ગામના ખેડૂતોને વેચાણ કરતો હતો. તેમજ ક્રોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણા વાળા પાસે ફર્ટીલાઇઝર મેન્યુફેકચરીંગનુ લાઇસન્સ હોય અને તેમા NPK બાયોપોટાસ પ્રોમ, વિગેરે પ્રોડકટ બનાવવાનું લાઇસન્સ હોય તેમ છતા તેઓ ડુપ્લીકેટ DAP ખાતર બનાવી ડુપ્લીકેટ DAP ખાતરની થેલીઓ બનાવી થેલીઓમાં પેક કરી ખાતર વેચાણ કરતા હતા.
તેમજ કંપનીના પોતાની પ્રોડેકટ NPK નું સેમ્પલ બાબરા તથા માંગરોળ ખાતેથી લેવામાં આવતા તે સેમ્પલ ફેઇલ થઇ જતા કંપનીને ખેતીવાડી નિયામક મહેસાણા દ્વારા ફેબ્રુઆરી 2024 ના રોજ તેમનુ લાઇસન્સ સસ્પેન્ડ કરી પ્રોડેકસન સ્ટોપ કરવામાં આવેલ છે.
તડ ગામે રહેતો પરેશ પુંજા લાખણોત્રા એ વગર લાઇસન્સો પોતાની કિશાન એગ્રોમાં મુળરાજ
ઉર્ફે મુળુભાઈ નારણભાઈ ચાવડા રહે. જુનાગઢ વાળા મારફત ડુપ્લીકેટ DAP ખાતર ક્રોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણા ખાતેથી મંગાવી કોડીનારના મીતિયાજ ગામના ખેડૂતોને વેચાણ કરતો હતો. તેમજ ક્રોપ્સ ફર્ટીલાઇઝર કંપની મહેસાણા વાળા પાસે ફર્ટીલાઇઝર મેન્યુફેકચરીંગનુ લાઇસન્સ હોય અને તેમા NPK બાયોપોટાસ પ્રોમ, વિગેરે પ્રોડકટ બનાવવાનું લાઇસન્સ હોય તેમ છતા તેઓ ડુપ્લીકેટ DAP ખાતર બનાવી ડુપ્લીકેટ DAP ખાતરની થેલીઓ બનાવી થેલીઓમાં પેક કરી ખાતર વેચાણ કરતા હતા.
તેમજ કંપનીના પોતાની પ્રોડેકટ NPK નું સેમ્પલ બાબરા તથા માંગરોળ ખાતેથી લેવામાં આવતા તે સેમ્પલ ફેઇલ થઇ જતા કંપનીને ખેતીવાડી નિયામક મહેસાણા દ્વારા ફેબ્રુઆરી – 2024 ના રોજ તેમનુ લાઇસન્સ સસ્પેન્ડ કરી પ્રોડેકસન સ્ટોપ કરવામાં આવેલ છે.
આમ પરેશ પુંજા લાખણોત્રા, મુળરાજ ઉર્ફે મુળુ નારણભાઇ ચાવડા, ભાર્ગવ કૃષ્ણકાંત રામાનુજ, તેમજ નંદકિશોર ઉર્ફે નંદુ બાબુલાલ લોહાર આ તમામ આરોપીઓએ ડુપ્લીકેટ DAP ખાતર બનાવી ખેડુતોને વેચી ઠગાઈ કરેલ હોય પોલીસે તમામ આરોપીઓની અટક કરી દિવસ 10 ના રીમાન્ડ સાથે નામદાર કોર્ટમાં રજુ કરેલ હતા. નામદાર કોર્ટે આરોપીઓના 5 દિવસ સુધી રીમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.
આમ પરેશ પુંજા લાખણોત્રા, મુળરાજ ઉર્ફે મુળુ નારણભાઇ ચાવડા, ભાર્ગવ કૃષ્ણકાંત રામાનુજ, તેમજ નંદકિશોર ઉર્ફે નંદુ બાબુલાલ લોહાર આ તમામ આરોપીઓએ ડુપ્લીકેટ DAP ખાતર બનાવી ખેડુતોને વેચી ઠગાઈ કરેલ હોય પોલીસે તમામ આરોપીઓની અટક કરી દસ દિવસના રીમાન્ડ સાથે નામદાર કોર્ટમાં રજુ કરેલ હતા. પરંતું નામદાર કોર્ટે આરોપીઓના 5 દિવસ સુધી રીમાન્ડ મંજુર કરવામાં આવેલ છે. જયારે અન્ય આરોપી અંકુર વઘાસિયા રહે. અમદાવાદ વાળાને પકડવાનો બાકી હોય પોલીસે તેને પકડવા ચક્રવર્તીમાન કરેલ છે.
આ અંગે પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા, તથા નાયબ પોલીસ અધિક્ષક એમ એફ ચૌધરી, ઉના વિભાગ તથા સકલ પીઆઈ આર. એન.જાડેજાને બનાવ અંગે જાણ કરતા બનાવના મુળ સુધી પહોચી સંડોવાયેલ તમામ આરોપી ઓની ધરપકડ કરવા સૂચના આપવામાં આવેલ હતી. અને પોલીસે એક ટીમની રચના કરી ચાર શખ્સોને પકડી પાડી  DAP ખાતર પૂરું પાડનારનો પડદાફાસ કરવામાં આવેલ છે