Gujarat

મોરબીની કોલેજના NCC કેડેટને ફરજ સોંપી ટ્રાફિકના પાઠ ભણાવ્યા

મોરબીમાં વાહનો એટલી હદે વધ્યા છે માર્ગો પણ ટૂંકા પડ્યા અને પોલીસ પણ વાહન નિયત્રણ કરવા અસમર્થ રહે છે.

ત્યારે યુવાનોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર મોરબીમાં ટ્રાફિક પોલીસે કોલેજીયનોને ટ્રાફિકના અલગ અલગ પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે રાખીને ટ્રાફિક નિયમનના પાઠ ભણાવ્યા હતા.

મોરબી જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા એલ. ઈ. કોલેજના એન.સી.સી કેડેટ-22 સ્ટુડન્ટ ને ટ્રાફિકના અલગ અલગ પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે રાખી ટ્રાફિક પોલીસની કામગીરી બાબતે જાણકારી આપવામાં આવેલ હતી તથા મોરબી શહેરના લોકો અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો બાબતે જાગૃતિ આવે તે માટે ટ્રાફિક અવરનેશનો કાર્યક્રમ યોજવામા આવેલ હતો.