અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે છેલ્લા ત્રણ વર્ષથી સમસ્યા હતી એ સમસ્યાનુ નિવારણ લાવવા માટે સ્થળની મુલાકાત કરી હતી ટીમ સાથે મુલાકાત કરી હતી અને ત્રણ વર્ષથી રસ્તાઓ બંધ હતા અને ગંદકીના ગંજ હતા તે ભૂગર્ભ ગટર કરી અને તાત્કાલિક ધોરણે કામ કરવા માટે ગામના લોકો અને સરપંચ અને અમારી ટીમ સાથે રાખી અને આ કામને પૂરું કરવા માટે સંમત થયા હતા નેસડીના સરપંચ કરસનભાઈ પટેલને સાથે ચર્ચા કરી તાત્કાલિક ધોરણે રોડ કરી અને ગટર બનાવી અને ત્યાંના રહીશોને સાથે રાખી આ કામને પાર પાડ્યું હતું ટીમ સાથે ભરત કાતરીયા પ્રફુલ ચાવડા પ્રકાશ મકવાણા ધર્મેશ સોલંકી હરેશભાઈ બગડા સહિતના સાથી મિત્રો જોડાયા હતા.