Gujarat

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના નવનિયુક્ત.પીઆઇપો.ઇન્સ.કે.એલ.ખટાણા નો ફરી એકવાર સપાટો ઘરફોડ ચોરી ને ડિટેક્ટ કરતી સર્વેલન્સ ટીમ

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના નવનિયુક્ત.પીઆઇપો.ઇન્સ.કે.એલ.ખટાણા નો ફરી એકવાર સપાટો ઘરફોડ ચોરી ને ડિટેક્ટ કરતી સર્વેલન્સ ટીમ

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ગજેરાપરા પટેલ વાડી વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરતી અમરેલી સીટી પોલીસ ટીમ.

*ગુન્હાની ટુંક વિગત* :

વિનુભાઇ ડાયાભાઇ ગોહિલ ઉ.વ.૬૪ રહે.અમરેલી ગજેરાપરા પટેલવાડીપાસેતા.જી.અમરેલીવાળાના રહેણાંક મકાનમાં ગત તા.૦૨/૦૯/૨૦૨૪નાં રોજ તેઓ સવારના નવેક વાગ્યાથી ઘરને તાળુ મારી બહારગામ ગયેલ હતા અને સાંજે પોણા આઠ વાગ્યે ઘરે પરત આવેલ તે દરમ્યાન કોઇ અજાણ્યો ચોર ઇસમ ઘરમાં પ્રવેશ કરી ઘરના તાળા તથા કબાટના દરવાજા તોડી કબાટમાં રાખેલ રોકડા રૂ.૫૯,૦૦૦/- તથા બાજુના કબાટમાં રાખેલ સોનાની વીટી નંગ-૦૧ કિં.રૂ.૪૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૬૩,૦૦૦/-ની ચોરી કરી લઈ જઈ ગુન્હો કરેલ હોય, જે ઘરફોડ ચોરી અંગે વિનુભાઇએ ફરીયાદ જાહેર કરતા અમરેલી સીટી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૪૦૫૩૪/૨૦૨૪ BNS કલમ ૩૦૫(એ), ૩૩૧(૩) મુજબનો ગુન્હો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ

ભાવનગર રેન્જ આઈ.જી.પી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં અનડીટેક્ટ ચોરીના ગુન્હાઓને સત્વરે ડિટેક્ટ કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જીલ્લામાં અનડીટેક્ટ ચોરીના ગુન્હાઓને ડિટેક્ટ કરી આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ સત્વરે પકડી પાડવાં સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.
જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ.ખટાણા નાંઓની રાહબરી હેઠળ આજરોજ અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૪૦૫૩૪/૨૦૨૪ BNS કલમ ૩૦૫(એ), ૩૩૧(૩) મુજબના ગુન્હાના કામે અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા પોકેટ કોપનો ઉપયોગ કરી ટેક્નિકલ સોર્સ તથા હ્યુમન સોર્સનોની મદદથી ચોર ઇસમને ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીના અનડીટેક્ટ ગુન્હાને ગણતરીના દિવસોમાં ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા આગળની તપાસ ચાલુ છે.

*પકડાયેલ આરોપીની વિગત* :

*યોગેશ વિનુભાઇ કણસાગરા ઉ.વ.૨૪ ધંધો ઓનલાઈન લે-વેચનો રહે. ગામ-પિઠવાજાળ તા.જી.અમરેલી*

*રીકવર થયેલ મુદ્દામાલની વિગત* :

*રોકડ રકમ રૂ.૪૫,000/*-

*આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.એલ.ખટાણા તથા ASI આર.એન.માલકિયા, PC ચિંતનકુમાર કનૈયાલાલ મારૂ તથા PC વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા દ્વારા કરવામાં આવેલ છે.*

*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20240907-WA0111.jpg