Gujarat

બુક કરેલી ટિકિટો રદ કરતા મોટી રકમની કપાત નહીં થાય ઃ મુસાફરની ફરિયાદ પર રેલવેનો ર્નિણય

રેલવેએ મુસાફરોને મોટી રાહત આપી છે. ૈંઇઝ્ર્‌ઝ્ર વેબસાઇટથી બુક થયેલી વેઇટિંગ અને ઇછઝ્ર ટિકિટો રદ કરવાના કિસ્સામાં સુવિધા ફીના નામે મોટી રકમની કપાત નહીં થાય. હવે આવી ટિકિટો પર રેલવે દ્વારા નિર્ધારિત યાત્રી દીઠ માત્ર રૂપિયા ૬૦ કેન્સલેશન ફી વસૂલવામાં આવશે. હવે આવી ટિકિટો પર રેલવે દ્વારા નિર્ધારિત યાત્રી દીઠ માત્ર રૂપિયા ૬૦ કેન્સલેશન ફી વસૂલવામાં આવશે. એક મુસાફરની ફરિયાદના આધારે રેલવેએ મુસાફરોને આ રાહત આપવાનો ર્નિણય કર્યો છે.

તેનાથી સમગ્ર દેશના લોકોને રાહત મળશે. મુસાફરે ૧૨ એપ્રિલે રેલવે પ્રશાસનને ટિકિટ કેન્સલ કરાવવા માટે IRCTC દ્વારા વસૂલવામાં આવતી મનમાની ફી અંગે પત્ર મોકલ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, જાે ૈંઇઝ્ર્‌ઝ્ર વેબસાઈટ દ્વારા બુક કરવામાં આવેલી વેઈટિંગ ટિકિટ કન્ફર્મ ન થાય તો રેલવે પોતે જ તે ટિકિટો કેન્સલ કરી દે છે. તેમજ અમારા દ્વારા ચૂકવવામાં આવતી રકમનો મોટો ભાગ સર્વિસ ચાર્જ તરીકે કાપવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, એવું કહેવામાં આવ્યું હતું કે જાે વેઇટિંગ ટિકિટ ૧૯૦ રૂપિયામાં બુક કરવામાં આવતી તો ટિકિટ કન્ફર્મ ના હોય, ત્યારે રેલવે માત્ર ૯૫ રૂપિયા જ રિફંડ કરતી હતી. આ ફરિયાદના આધારે, ૈંઇઝ્ર્‌ઝ્રએ આ મોટી કાર્યવાહી કરી છે. ૈંઇઝ્ર્‌ઝ્રના મેનેજિંગ ડિરેક્ટરે ૧૮ એપ્રિલે ફરિયાદી મુસાફરને જાણ કરી હતી કે, ટિકિટ બુકિંગ અને રિફંડ સંબંધિત નીતિ, ર્નિણયો અને નિયમો ભારતીય રેલવે (રેલવે બોર્ડ)નો વિષય છે. રેલવે દ્વારા ઘડવામાં આવેલા નિયમો અને નિયમોનું પાલન કરવા બંધાયેલ છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, સંપૂર્ણ વેઇટલિસ્ટ, ઇછઝ્ર ટિકિટ ક્લર્કેજ ચાર્જના કિસ્સામાં, ભારતીય રેલવેના નિયમો અનુસાર યાત્રી દીઠ રૂપિયા ૬૦ કેન્સલેશન ચાર્જ વસૂલવામાં આવશે. ૈંઇઝ્ર્‌ઝ્રના મેનેજિંગ ડિરેક્ટરે મુસાફરના સૂચનની ખૂબ પ્રશંસા કરી છે. આ મામલો રેલવે પ્રશાસન સમક્ષ લાવવા બદલ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અહીં મુસાફરે આ બાબતે સંજ્ઞાન લઈને તાત્કાલિક પગલાં લેવા બદલ રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો છે.