Gujarat

પારડી કોબા પ્રાથમિક શાળામાં લાયન્સ ક્લબ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવી

લાયન્સ ક્લબ મૈત્રીની ટીમ દ્વારા પ્રાથમિક શાળા પારડી કોબામાં વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી હતી. આ તકે ક્લબનાં પ્રમુખ સહિત સાથે આશિષભાઈ, મહેન્દ્રભાઈ મુકેશભાઈ તથા હીનાબેન ઉપસ્થિત રહ્યાં હતાં.
આ મહાનુભવોએ સદર શાળાનાં તમામ બાળકો ઉપરાંત આંગણવાડીનાં બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરીત કરી હતી. વિતરણ કાર્યક્રમનાં અંતે શાળાનાં આચાર્ય રાકેશભાઈએ સૌનો આભાર માન્યો હતો.
રિપોટર – વિજય પટેલ