Gujarat

હવે તો હદ છે.. ખાડામાં રોડ છે કે પછી રોડ માં ખાડા છે !! મણકા ખસી જાય તેવા સાવરકુંડલા શહેરના મુખ્ય હાથસણી રોડના ખાડાઓથી લોકો ત્રાહિમામ 

જિલ્લા પંચાયતના પદાધિકારીઓ દ્વારા એક જ જવાબ ચાર – ચાર વર્ષથી મળે છે હાથસણી રોડ લેવાય ગયો છે..! પણ.. કયારે..?
સાવરકુંડલા શહેરનો મુખ્ય હાથસણી રોડ જેમા ૨૦ સોસાયટી અને ચાર ગામોને જોડતો રોડની બિસ્માર હાલત
આજે ચાર – ચાર વર્ષથી લોકો અને રાહદારીઓ હેરાન પરેશાન થાય છે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓને સીટીના મતદારો આવતા ન હોવાથી સતાધીશો તેમજ અધિકારીઓ ધ્યાન આપતા નથી. રોડ ન બનાવો તો.. કાંઇ નહી..! પણ ખાડાઓ અને ખાળીયા તો બુરાવો..!
નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા
સાવરકુંડલા શહેરી વિસ્તારમાં સૌથી વધુ ટ્રાફિકવાળો જો કોઇ રોડ હોય તો તે હાથસણી રોડ છે ત્યા દરરોજ હજારો વાહનોની આવક – જાવક છે આ રોડ  બિસ્માર હાલતમાં છે  “ખાડામાં રોડ છે..! કે પછી..! રોડમાં ખાડા છે..! ” આ રોડ જિલ્લા પંચાયત હસ્તક હોય કોઇ પદાધિકારીશ્રીઓના પણ ધ્યાન આવતો નથી..?
વધુમાં નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા એ જણાવ્યું છે કે આ રોડ ઉપર વિધુતનગર, વિધુતનગર સામેની વસાહત, દેવીપૂજક વિસ્તાર, ગાયત્રી સોસાયટી, આનંદપાર્ક, શિવમપાર્ક સોસાયટી, ગાયત્રીની બાજુનો પછાત વિસ્તાર, કુષ્ણ ગોપાલક વિસ્તાર, હુડકો સોસાયટી, આસોપાલવ, રાધેશ્યામ સોસાયટી, સરદાર નગર ખોડીયાર પાર્ક,  નાગનાથ સોસાયટી, શિવશકિત સોસાયટી, ગજાનંદ સોસાયટી, ચંદ્રમૌલી સોસાયટી, લુહાર સોસાયટી, શ્રીજીનગર, સહિત કુલ ૨૦ સોસાયટીઓ અને ચાર ગામોના રહેવાસીઓ તેમજ રાહદારીઓ આ રોડના ખાડાઓને કારણે ત્રાસી ગયા છે માનવતાને ધ્યાને લઇને રોડ ન બનાવો તો.. કાંઇ નહીં..! પણ ખાડાઓ અને ખાળીયા તો બુરાવો..!
હાથસણી રોડમાં પડેલા ખાડાઓ અને ખાળીયાઓ બુરવાનું મૂહૂર્ત જિલ્લા પંચાયત તંત્ર કયારે કઢાવશે..?
માનવતાને ધ્યાને લઇને શહેરી વિસ્તારમાંથી પસાર થતો હાથસણી રોડમાં પડેલા ખાડાઓ બુરાવો..! બાકી તો.. લોકો પરસેવો પાડીને વેરા ભરવાના છે તેમ નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાએ જણાવ્યું છે. આ અગાઉ પણ આ સંદર્ભે આ વોર્ડ નંબર પાંચના નગરપાલિકા સદસ્યો દ્વારા નગરપાલિકા સાવરકુંડલા તથા અમરેલી જિલ્લા બાંધકામ સમિતિના તત્કાલીન ચેરમેનને આ રોડ પર ફૂટપાથ અને ડિવાઇડર સંદર્ભે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. પરંતુ ચાચૂંડી ઘડાવું છું જેવા જવાબથી હવે તો આ વિસ્તારના રહીશો પણ નારાજગી અનુભવી રહ્યા છે. તો સંલગ્ન વિભાગ દ્વારા આ અંગે ત્વરીત કોઈ ઠોસ નિર્ણય લઈને આમજનતાને અવગત કરાવવા જોઈએ એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
બિપીન પાંધી