Gujarat

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જનરલ હોસ્પીટલ છોટાઉદેપુર ખાતે “પોષણ અને આરોગ્ય દિવસની” ઉજવણી કરાઇ

વિકાસ સપ્તાહ છોટાઉદેપુર
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરરોજ વિવિધ થીમ આધારિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે ‘પોષણ અને આરોગ્ય દિવસ’નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં  જનરલ હોસ્પીટલ છોટાઉદેપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળરોગ નિષ્ણાત ડો.પાયલ રાઠવા, છોટાઉદેપુર ટી.એચ.ઓ. ડૉ. મનહર રાઠવા, છોટાઉદેપુર તાલુકા હેલ્થ ટીમ તથા RBSK ટીમ દ્વારા તમામ બાળરોગ જેવા કે જન્મજાત ખોડ-ખપણ, હદયની બીમારી, cleft lip, Cleft palate, કુપોષીત બાળકો, ઓછું વજનવાળા બાળકો, નબળા વિકાસવાળા અને અન્ય બીમારીવાળા બાળકોની તપાસ, સારવાર તથા NRC માં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૫૮ બાળકોની તપાસ તથા ૭ બાળકો NRC દાખલ કરવામાં આવ્યા હતા.
*રેહાન પટેલ છોટાઉદેપુર*