Gujarat

છોટાઉદેપુર જીલ્લાના શહીદ થયેલ પોલીસ કર્મચારીના પરીવાર જનોને દીવાળી પર્વ નિમીતે ઘરે જઈ શુભેચ્છા મુલાકાત કરતી છોટાઉદેપુર જીલ્લા પોલીસ

ગુજરાત રાજયના ગૃહ મંત્રી હર્ષ સંધવી નાઓના દિશા નિર્દેશ અનુશાર છોટાઉદેપુર જીલ્લામાં શહીદ થયેલ કર્મચારી દીલીપભાઈ ઈશ્વરભાઈ રાઠવા રહે.કોલીયારી તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર નાઓના ઘરે છોટાઉદેપુર પોલીસ અધિક્ષક આઈ.જી.શેખ ,એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર વિ.એસ.ગાવિત તેમજ જેતપુર પાવી પોલીસ ઈન્સ્પેકટર એલ.પી.રાણા નાઓ રૂબરુ જઇ તથા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોડેલી ટાઉન ખાતે શહીદ હરસનભાઇ નટુભાઇ રાઠવાના ઘરે બોડેલી પોલીસ ઈન્સ્પેકટર ડી.એસ.વાઢેર નાઓ રૂબરુ જઇ તેમના પરીવાર જનોની મુલાકાત કરી દિવાળી પર્વ નિમીતે શુભેચ્છાઓ પાઠવી અને  મીઠાઈ,કપડા તેમજ ફટાકડા અર્પણ કરી દીવાળી તેમજ નવા વર્ષની શુભ-કામનાઓ પાઠવવામાં આવી અને તેમના પરીવાર જનોને કોઇ પણ મુશ્કેલીના સમયે છોટાઉદેપુર પોલીસ હંમેશા તેમના માટે મદદરૂપ રહેશે તેવી ખાતરી આપી હતી.
 રેહાન પટેલ છોટાઉદેપુર