Gujarat

શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસમાં વનવિભાગ દ્વારા યશસ્વી વડાપ્રધાનના 74માં જન્મદિવસ નિમિતે વૃક્ષા રોપણ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસમાં વનવિભાગ દ્વારા યશસ્વી વડાપ્રધાનના 74માં જન્મદિવસ નિમિતે વૃક્ષા રોપણ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

*એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત એક લાખ વૃક્ષોનું વાવેતર નો સંકલ્પ -પ્રમુખ વસંતભાઈ ગજેરા આવો પર્યાવરણ પ્રત્યે જનમાણશ માં જાગૃતાતા લાવી વધુમાં વધુ વૃક્ષારોપણનું આયોજન થાઈ તેવો સંકલ્પ લઈએ -પ્રમુખ વસંતભાઈ ગજેસ*

અમરેલી તારીખ 17-09-2024, પોતાના નિર્ણાયક નેતૃત્વ અને દૂરદર્શિતાથી ભારતને વિશ્વ પટલ પર વિકાસ અને પ્રગતિનો પર્યાય બનાવનાર દેશના સર્વપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાઓના જન્મદિવસે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ, શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ, જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ અને જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ અને ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા કેમ્પસમાં સેવા.સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણ સાથે વૃક્ષારોપણ કરી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ફોરેસ્ટ અધિકારી CF સેંથીલન કુમારન ( કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ રાજકોટ સર્કલ), A.C.F (અમરેલી) શેખસર. R.F.O (અમરેલી) ખાખસ જ્યોતિબેન તેમજ તમામ વન વિભાગ અધિકારીશ્રીઓ, તેમજ મંત્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઇ પેથાણી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ પર્યાવરણ જતન અંગેના સંદેશ સાથે સર્વપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીસાહેબને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી.

*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20240918-WA0013-1.jpg IMG-20240918-WA0015-2.jpg IMG-20240918-WA0014-0.jpg