Gujarat

લોકપ્રિય ખેડૂત નેતા સ્વ.શ્રી  પુજ્ય વિઠ્ઠલભાઈ રાદડિયા ની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે

કુણાલ ભાઈ પટેલ (ભરૂચ )તથા હિમાંશુભાઈ પટેલ ( ભરૂચ ) ,મનોજભાઈ પટેલ  (ત્રાલસા) દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા પર *મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
શ્રીમાન જયેશભાઈ રાદડિયા (લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેતપુર જામકંડોરણા, ચેરમેન શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો- ઓપ. બેંક લિમિટેડ , માજી કેબિનેટ મંત્રીશ્રી ગુ.રા.) તથા અતિથિ વિશેષ શ્રીમાન જીગ્નેશભાઈ પટેલ (ડિરેક્ટર શ્રી ભરૂચ ડિસ્ટ્રીક કોપરેટીવ બેંક લિમિટેડ, ડિરેક્ટર શ્રી દૂધધારા ડેરી ભરૂચ) ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજવામાં આવ્યો ..
દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ ની શરૂઆત થઈ..2 મિનિટ મૌન પાળી પૂજ્ય વિઠ્ઠલ દાદા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.સંસ્થા ના મનો દિવ્યાંગ બાળકોએ  વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી.બાળકો પૌષ્ટીક ભોજન ની ઉતમ વ્યવસ્થા કરવામાં આવી. મેગા બ્લડ ડોનેશન  કેમ્પ નું કાર્ય પણ ખૂબ સારી રીતે થયું ( યુનિટી બ્લડ સેન્ટર ભરૂચ).
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રણવભાઈ ભટ્ટે સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ ( USA) દ્વારા મોકલેલ શુભેચ્છા સંદેશ પાઠવ્યો તથા સંસ્થા પર પધારી મનો દિવ્યાંગ બાળકોને આશીર્વાદ આપવા  બદલ ધન્યવાદ વ્યક્ત કર્યો.
  શ્રી મનોજભાઈ પટેલે (ત્રાલસા) એ આભાર વિધિ કરી. સમુહ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું ..
   સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રણવભાઈ ભટ્ટ, ખજાનચી શ્રી કિર્તીભાઈ પટેલ , શ્રીમાન શૈલેષભાઈ પટેલ (25 ગામ પાટીદાર સમાજના પ્રમુખશ્રી ,પ્રાઇમ હોસ્પિટલ ના ઓનર,  )  અન્ય મહાનુભવો તથા આગેવાનશ્રી ઓ ઉપસ્થિત રહ્યા..
વિરલ ગોહિલ, ભરૂચ