ગીરગઢડાના ઊગલા ગામની સીમ વાડીમાં ફરતે બે શખ્સોએ વિજ કરંટ મુકેલ હતો. ત્યારે પાસે રહેતાં એક યુવાન પોતાની મુરઘીને શિયાળ લઈ ભાગતી હોય જેથી આ મુરઘી છોડાવવા માટે યુવાન તેની પાછળ જતા વાડી ફરતે મૂકેલ વિજ કરંટથી શોટ લાગતા તેમનુ મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. આ અંગે મૃતક ના પિતાએ બે શખ્સો વિરૂધ ગીર ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઊગલા ગામની સીમ વાડીમાં રહેતા કનુભાઈ નારણભાઇ સોલંકી સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામાં તેમના કુબામાંથી શિયાળ તેમની મુરઘી લઈને ભાગતી હોય જેથી કનુભાઈ તે મુરઘી છોડાવવા માટે તેની પાછળ પાછળ જતા પાસે વાડી વાળા ભાણજી લાખા ડાંગોદરા તેમજ શાંતિ લાખા ડાંગોદરા પોતાની માલીકીની ખેતીની જમીનના ફરતે પોતાની વાડીમાં સિમેન્ટ થાંભલામાં વિજ કરંટના તારની બાઉન્ડ્રી મારેલ હતી. અને કોઈ માણસ આ તારને અડી જાય તો તેનુ મૃત્યુ થઈ શકે છે તેવું જાણતા હોવા છતા આ વીજ કરંટ રાખ્યો હતો.
જેમાં કનુભાઈ આ વીજ કરંટ અડી જતા ઘટના સ્થળે જ તેમનું વિજ કરંટથી શોક લાગવાથી મોત નિપજ્યું હતું. જોકે વાડી માલિક પોતાની જમીન સંયુક્ત આવેલ શેઢા ઉપર વિજ કરંટ તારની બાઉન્ડ્રી મારી હોવાથી કનુભાઇનું મોત થયું હતું. આ અંગે મૃતકનાં પિતા નારણભાઇ ગોવિંદભાઈ સોલંકીએ ગીરગઢડા પોલીસમાં બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.