આપ સૌ જાણો છો કે શરીરની રોગપ્રતિકારક શક્તિ માં ઘટાડો થવાને કારણે TB રોગ થવાની સંભાવના વધી જાય છે. જો નિયમિત અને પૂરતા સમય TB ની દવા અને પૂરતા પ્રમાણમાં પોર્ટિંન અને વિટામિન મળે તો TB રોગ નાબૂદ વહેલી તકે થઈ શકે તેમ છે.

તેથી આપણા જિલ્લામાં નામાંકિત નયારા એનર્જી દ્વારા જરૂરીયાતમંદ ટીબી ના દર્દીઓને સહ પ્રમાણસર પોસણ મળી રહે તે શુભહેતુથી નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલ રાશન કીટનું જામનગર જિલ્લાના જોડિયા ગામે આજ રોજ જામનગર જિલ્લા ક્ષય અધિકારી ડો.પીઠડીયા સર ના અધ્યક્ષ સ્થાને TB ની સારવાર હેઠળના દર્દીઓને નયારા એનર્જી દ્વારા પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. નયારા કંપની દ્વારા ૨૦૨૧ થી ટીબી મુક્ત અભિયાન માં જોડાયેલી છે અને દર મહિને ૬૦૦ કિટનું વિતરણ જામનગર જિલ્લામાં કરી રહી છે.

જેથી દર્દીઓને સમયસર પૂરતું પોષણ મળી શકે. આ કાર્યક્રમમાં જોડિયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયા સાહેબ અને નયારા એનર્જી માંથી અનુરાગ રાયજાદા, TB સુપરવાઈઝર નિકુંજભાઈ પાગડાર હાજર રહ્યા હતા. Tb ના દર્દીઓ ને ટીબી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ કિટમા બાસમતી ચોખા, મલ્ટીગ્રેન આટા, મગની દાળ, દેશી ચણા, મગફળીનું તેલ, ગોળ અને ઘી જેવી બ્રાન્ડેડ વસ્તુની રાશન કિટ તૈયાર કરી ને દર્દીઓને વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
શરદ એમ.રાવલ.. હડિયાણા..

