Gujarat

જામકંડોરણા તાલુકાના સોડવદર ગામની સીમમાં થી જામગરી બંધુક સાથે એક ઝડપાયો 

ખેતી ના પાકને પ્રાણી થી રક્ષણ કરવા લાંબા સમય થી રાખી છે તેવું રટણ
રાજકોટ રૂરલ એસઓજી ટીમ દ્વારા જામકંડોરણા ના સોડવદર ગામની સીમમાં થી જામગરી બંધુક સાથે ક્રિપાલસિહ સતુભા જાડેજા ની ઘરપકડ કરી હતી ખેતરમાં ઉભા પાકને જંગલી પ્રાણીઓ નુકસાન નાં કરે તે માટે ભડાકા કરવા વંથલી પંથકના કોઈ શખ્સ પાસેથી ધણાં સમય પહેલાં જામગરી બંધુક લીધાં હોવાનું આરોપી રટણ કરી રહ્યા છે. એસઓજી ટીમ દ્વારા જામકંડોરણા પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે .
આ અંગેનો વધુ મળતી માહિતી મુજબ રાજકોટ એસઓજી શાખા ના સ્ટાફ જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતાં તે દરમિયાન એ.એસ.આઈ.  જયવિરસિંહ રાણા , હેડ.કોન્સ.પ્રહલાદસિંહ રાઠોડ તથા અરવિંદભાઈ દાફડા ને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમીરાહે  હકીકત આધારે સોડવદર ગામની સીમમાં ક્રિપાલસિંહ જાડેજા ની વાડીમાં દરોડા પાડી ને ગેરકાયદેસર હથીયાર મળી આવ્યું હતું  જે પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ક્રિપાલસિંહ જાડેજા એ જેની પાસે થી આ પાંચ હજાર રૂપિયા ની જામગરી બંધુક લીધી હતી તે શખ્સ ની શોધખોળ હાથ ધરી છે
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા