બાવળામાં ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ,બાવળા રેન્જ વન વિભાગ, ટાટા મોટર્સ (સાણંદ) પ્લાન્ટ અને કેસરડી બાયોડાયરસીટી મેનેજમેન્ટ કમીટીનાં સહયોગથી બાવળા તાલુકાનાં કેશરડી ગામમાં આવેલા કાણોતર થી દેવધોલેરા રોડ ઉપર ગામની 12 હેક્ટર જમીનમાં 52 જાતિના વિવધ ફળફળાદીથી લઇ આયુર્વેદિક ઉપયોગી અને ઓક્સિજનનું પ્રમાણ વધારે તેવા 35,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટેશનને કવચ વન નામ આપવામાં આવ્યું છે. ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને ટાટા મોટર્સ દ્વારા ચાલતાં વસુંધરા પ્રોજેક્ટ અંતર્ગત આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે .

આ પ્રસંગે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ કાંતીભાઇ મકવાણા, પ્રોજેક્ટ કોર્ડીનેટર અલ્પાબેન રાઠોંડ, ટાટા મોટર્સનાં સીએસઆર મેનેજર સંપાદાસ ધોષ, બાવળા ફોરેસ્ટ રેન્જ વિભાગનાં ૨જનીભાઇ, ટાટા મોટર્સનો સ્ટાફ, ગામના સરપંચ, આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. છોડના વાવેતર વિશે વાત કરતા આમંત્રિતોએ જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તનને ઘટાડવા, જૈવ વિવિધતા વધારવા, હવાની ગુણવત્તામાં સુધારો કરવા, આર્થિક અને સામાજિક લાભો પ્રદાન કરવા વૃક્ષો આવશ્યક છે.
આપણી આસપાસનું વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે અને આપણે પ્રકૃતિની સુરક્ષા માટે ઝડપી પ્રયાસોની જરૃર વિશે આપણે સમજીએ તે આવશ્યક છે. આ ઉદ્દેશ્ય તમામ હિતધારકો વચ્ચે પ્રદેશમાં ગ્રીન કવરના વિસ્તરણ અંગે સર્વસંમતિ વિકસાવવાનો છે. આપણા સમુદાયો અને પૃથ્વી માટે હરિયાળા અને સ્વચ્છ ભવિષ્યની રચના કરવાના અમારા વિઝનનો હિસ્સો છે.

