Gujarat

દાંતાતાલુકા માં સેનિટેશન રાઉન્ડ નું આયોજન કર્યું દાંતા માં રૂ ૪૬૦૦ નો દંડ અને અંબાજીમાં ૩૩૦૦.રૂ દંડ વસૂલ કરવામાં આવ્યો

જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપેડેમીક અધિકારી ની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારી દાંતા  ડો.કિરણ ગમાર ના માર્ગદર્શન હેઠળ દાંતા તાલુકા ના દાંતા અને અંબાજી  માં સેનિટેશન રાઉન્ડ દ્વારા આજરોજ તા ૦૬-૦૪-૨૦૨૪ ના  હોટલ,પાર્લર,પાણીપૂરી નાસ્તાની લારીઓ ,તેમજ ઠંડાપીણાં ની દુકાનો ની સ્વચ્છતા તેમજ આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ આ ચકાસણી દરમિયાન ક્ષતિ જણાઈ આવેલા એકમોને સ્થળ ઉપર નોટીસ આપી તાકીદ કરવામાં આવેલ તેમજ ગ્રામ પંચાયત દ્વારા દંડ ની રકમ વસૂલ કરવામાં આવેલ. જેમાં દાંતા ખાતે કુલ ..૩૨….. ખાણી પીણી ની જગ્યાઓને ચકાસણી કરી પંચાયત દ્વારા કુલ રૂ ૪૬૦૦ નો દંડ વસૂલ કરવામાં આવેલ હતો. અને અંબાજી ખાતે ૮૨..જગ્યાઓને ચકાસણી કરી. ૩૩૦૦..રૂ દંડ વસૂલ કરવામાં આવેલ હતો. તેમજ તમાકુ ની પ્રોડક્ટ વેચતા દુકાનો/પાન/મસાલા  ના ગલ્લા ઓ ની પણ તપાસ કરી કોટપા એકટ ના ભંગ બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ .
      ઉપરોક્ત કામગીરી માં તાલુકા આરોગ્ય સુપરવાઇઝર  એચ.આર.જોષી તેમજ આરોગ્ય સુપરવાઇઝરઓ તેમજ મ.પ.હે.વ ભાઈઓ અને કમર અલી માંકનોજીયા તમાકુ નિયંત્રણ શાખા પાલનપુર  ની  ટીમે માન.ટી.એચ.ઓ ડો.કિરણ ગમાર ના માર્ગદશન હેઠળ કામગીરી કરવામાં આવી.