Gujarat

છોટાઉદેપુર એસ.એન.કોલેજ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

શ્રી વીરેન્દ્ર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી નટવરસિંહજી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એન્ડ શ્રી શાંતિલાલ ગોરધનદાસ પટેલ કોમર્સ કોલેજ, છોટાઉદેપુર ખાતે લાયબ્રેરી હોલમાં તા: ૨૦-૦૯-૨૦૨૪ ના રોજ વક્તત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રથમ ક્રમે ફરહીન એફ. મીચલ અને દ્વિતીય ક્રમે સીમા એ. જુજારા વિજેતા જાહેર થયા હતા. જ્યારે તા: ૨૧-૦૯-૨૦૨૪ ના રોજ મહેદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં પ્રથમ ક્રમે મિતાલી એસ.ભોઈ અને દ્વિતીય ક્રમે મિતલ એફ.નાયકા વિજેતા જાહેર થયા હતા. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે પોખરાજ એ. નાઈ ઘોષિત થયા હતા. તદુપરાંત કોલેજમાં નિબંધ લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રથમ ક્રમે કુ. રોશની રોહિત અને દ્વિતીય ક્રમે કુમારી શિવાની બહેચરા વિજયી થયા હતા. તમામ સ્પર્ધાઓનું આયોજન કોલેજના આચાર્ય  ડૉ. વી.એમ.પટેલ તથા પ્રો .એ.બી.શૈવના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતી. તમામ વિજેતા ઉમેદવારોને કોલેજના પ્રિન્સીપાલ તથા સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર