Gujarat

છોટાઉદેપુર નગરમાં નિર્મળ સોસાયટીમાં ગરબાની રમઝટ જામશે. 

જુના અને જાણીતા ગાયક  કલાકાર મેહુલ પટેલ ધૂમ મચાવશે
છોટાઉદેપુર નગરમાં નવરાત્રી પર્વ નિમિત્તે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે ઘણી જગ્યાએ આખરી ઓપ આપી દેવાયો છે. અને યુવાનો તથા યુવતીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જ્યારે નિર્મળ સોસાયટીમાં  ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
 
જેમાં છોટાઉદેપુરના 35 વર્ષ જુના આલાપ વૃંદના ગાયક કલાકાર મેહુલભાઈ પટેલ નગરજનોને ગમતા ગરબા ગાઈ ધૂમ મચાવશે. નગરમાં તથા વડોદરામાં પોતાની ગાયકીની આગવી ઓળખ ઉભી કરી ગણેશ મહોત્સવ અને નવરાત્રી દરમ્યાન પ્રોગ્રામો કરી આજે 35 વર્ષથી ભારે લોકપ્રિયતા મેળવી છે. અને અગાઉ સરકારના રાજયકક્ષાના યુવક મહોત્સવ કાર્યક્રમમાં 2 વખત વિજેતા થયા હોય જ્યારે આજે પણ ગાયકીના કારણે જાણીતા છે.  જેઓ 9 દિવસ ગરબા ગાવામાટે આવવાના હોય જેથી પ્રજામાં ભારે આનંદ ફેલાયો છે.
છોટાઉદેપુર નગરમા નિર્મળ સોસાયટી, ગુરુકૃપા, લાયબ્રેરી રોડ, કાલિકામતાના મંદિરનો ચોક, ખનીજ કંપાઉન્ડ જેવા વિસ્તારોમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.   દર વર્ષે ઘણા વિસ્તારોમાં ડીજે સિસ્ટમ ગોઠવી ગરબાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે આ વર્ષે નિર્મળ સોસાયટીમાં ગાયક કલાકાર બેસવાના હોય અને લોકોને મન ગમતા જુના ગરબા ગાવામાં આવશે. જેથી નગરજનોમાં આનંદ જણાતો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર