ભાદરણ કોલેજ એન એસ એસ વાર્ષિક શિબિર, વડ તલાવ ( સારોલ ) દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન
શ્રી પ્રગતિ મંડળ, ભાદરણ સંચાલિત આર્ટસ, સાયન્સ એન્ડ આર એ પટેલ કોમર્સ કોલેજ, ભાદરણના સાયન્સ વિભાગની બીજી એન એસ એસ વાર્ષિક શિબિર હાલ વડ તલાવ, સારોલ મુકામે યોજાઈ રહી છે. આ શિબિરમાં ગ્રામોત્થાન માટે પ્રોગ્રામ કો ઓર્ડિનેટર ડો. દર્શના કાંઠેચા મેડમના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આજે તારીખ ૧૯/૧૨/૨૦૨૪ના રોજ ગ્રામજનો માટે નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ ઉપરાંત ગ્રામજનો, વિદ્યાર્થીઓ, શિક્ષકોનું મફત નેત્ર નિદાન કરવામાં આવ્યુ હતું. જેમને પણ આંખના નંબર હોય તેમને માત્ર ૫૦ રૂપિયામાં ચશ્મા આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શાળાના બાળકો માટે વિવિધ રમતો અને સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમા દોડ, લંગડી, ચિત્ર સ્પર્ધા, સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબ પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે પ્રો. રાજેશભાઈ કારીયા, પ્રો. સ્નેહલભાઈ ચાવડા તેમજ પ્રો. જીજ્ઞાષાબેન વ્યાસની સેવાઓ ઉપલબ્ધ થઈ હતી.
અત્રે નોંધનીય છે કે ભાદરણ કોલેજ તરફથી હાલ ડો. અરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ ચમારા મુકામે તેમજ ડો. દર્શનાબેન કાંઠેચાના માર્ગદર્શન હેઠળ વડ તલાવ એમ બે અલગ અલગ ગામોમાં શિબિર ચાલી રહી છે. જેમાં ગ્રામ સફાઈ, પ્રભાતફેરી, વિવિધ ગ્રામોત્થાનના કાર્યક્રમો, સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન બન્ને ગામોમાં થઈ રહ્યું છે. કોલેજનાં આચાર્ય ડો. આર જી પટેલ સાહેબ તેમજ સંસ્થાના અધ્યાપકોની દરરોજ નિયમિત મુલાકાતો ગોઠવવામાં આવી હતી. બન્ને ગામના લોકો ભાદરણ કોલેજના એન એસ એસ ના વિદ્યાર્થીઓ દ્વારા થતી આ પ્રવૃત્તિઓથી ખૂબ સંતોષ અનુભવી રહ્યા છે.