Gujarat

છોટાઉદેપુર જિલ્લા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા એસબીસીસી (સોશિયલ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન) અંતર્ગત ઓરિયેન્ટેશન અને સેન્સીટાઈઝ વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા એસબીસીસી (સોશિયલ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન) અંતર્ગત ઓરિયેન્ટેશન અને સેન્સીટાઈઝ વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની એસબીસીસી ટીમ અને છોટાઉદેપુર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર હાજર રહેલ હતા. જેમાં આરોગ્ય વિષયક સેવાઓ વધારે વ્યાપક અને સુદ્રઢ બને તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું.
જે માર્ગદર્શન અત્રેના જિલ્લા માટે ખૂબ ઉપયોગી તથા અસરકારક નીવડી શકે તેમ છે.જેમાં ગાંધીનગર ખાતે થી એસબીસીસી કન્સલટન્ટ – કોટવાડ સાહેબ અને ટેકનિકલ કન્સલટન્ટ- કેપ્ટન સાહેબ હાજર રહેલ હતા. અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ આ પ્રોગ્રામમાં આરોગ્ય વિષયક કામગીરી સુદ્રઢ કરવા માટેની વિસ્તૃત જાણકારી અને સમજણ આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર