પાટણ..
અનિલ રામાનુજ..
પાટણ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા પેન્શનની રકમ વધારવા સહિતની માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું….
ભારતીય મજદૂર સંઘ પાટણ જિલ્લા દ્વારા EPF-95 પેન્શનરોનું પેન્શન રૂા. 1000 થી વધારી રૂા.5000 કરવા અને મોંઘવારી ભથ્થુ ઉમેરવા તેમજ આયુષ્માન યોજનામાં સામેલ કરવા ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કલેક્ટર કચેરીના પટાંગણમાં પ્રતિક ધરણા પર બેસી વડા પ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.પાટણ જિલ્લામાં 28 જેટલા બોર્ડ નિગમમાં આવતા 15 હજાર જેટલા નિવૃત કર્મચારીઓ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ ઓછું પેન્શન મળતું હોય, કલેકટર કચેરી પટાંગણમાં પ્રતીક ધારણ પર બેસી કલેક્ટર કચેરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કર્મચારી પેન્શન સ્કીમ (EPS) 1995 હેઠળ લઘુત્તમ માસિક પેન્શન માત્ર રૂ. 1000 (રૂપિયા એક હજાર) છે, જે 01 સપ્ટેમ્બર 2014થી અમલમાં છે, 2014 અને 2024 વચ્ચેના 10 વર્ષ દરમિયાન ફુગાવા છતાં પણ. ન્યૂનતમ માસિક પેન્શનના બદલામાં મળેલી રકમનું વાસ્તવિક મૂલ્ય આજની તારીખે ખૂબ જ ઓછું છે, આ કારણે પેન્શન ધારક માટે વર્તમાન રકમ સાથે જીવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે ન્યૂનતમ પેન્શન અગાઉ ઘણી વખત, સંસ્થા દ્વારા લઘુત્તમ પેન્શનની રકમ વધારવા માટે રજુઆત કરી છે.
આજે ભારતીય મજદૂર સંઘની અખિલ ભારતીય કાર્યકારી સમિતિના નિર્ણય મુજબ સામે એક દિવસનું પ્રતીક ઉપવાસ પર બેઠા હતા અને ત્રણ જેટલી માગણી કરવામાં આવી હતી. જેમાં કર્મચારી પેન્શન યોજના (EPS) 1995 હેઠળ, લઘુત્તમ પેન્શનની રકમ રૂ. 1000/- પ્રતિ માસથી વધારીને રૂ. 5000/- પ્રતિ માસ કરવી જોઈએ, કર્મચારી પેન્શન યોજના (EPS) 1995ની રકમ હોવી જોઈએ મોંઘવારી ભથ્થા સાથેની ચુકવણી લિંક ઉમેરીને કરવી જોઈએ અને આવા તમામ પેન્શન ધારકોને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ આપવા રજૂઆત કરી હતી. સુરેશ મોદીએ જણાવ્યું હતું કે, હું નિવૃત્ત કર્મચારી છું. એસટી નિગમ જળ સંચાર નિગમ વાળા કર્મચારીને પેન્શન ખૂબ જ ઓછું આપવામાં આવે છે. મહિને ₹1000 પેન્શન હાલના જમાનાની મોંઘવારી પ્રમાણે ₹1,000માં કંઈ ચાલે નહીં. અમારી પેન્શનની માંગણી એવી છે કે, અમારું પેનશન 5000 થી વધુ કરી આપવામાં આવે અને તેમાં મોંઘવારી ઉમેરી અને પેન્શન અને લાભ મળે એવી અમારી માગણી છે. અત્યાર સુધી સરકાર દ્વારા કોઈપણ જાતનું આ અંગેનો કોઈ નિર્ણય લીધો નથી.

