Gujarat

પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવા પાલનપુરના પાટીદારો ધારાસભ્ય સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી

પાટીદાર અનામત આંદોલન સમયે પાલનપુર તાલુકાના ગઢ ગામે પોલીસ ફાયરિંગમાં બે પાટીદાર યુવકોના મોત થયા હતા. જેમાં પોલીસ દ્વારા 167 જેટલા પાટીદાર સમાજના લોકો સામે કેસો દાખલ કરવામાં આવ્યા હતા જોકે આ કેસો પાછા ખેંચવા અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કેસો પાછા ખેંચવામાં ન આવતા ગઢ તેમજ પાલનપુરના પાટીદારો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળી પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત કરી હતી.

જેમાં મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિભાવો દર્શાવ્યો હતો. વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન યોજાયું હતું રાજ્ય વ્યાપી આંદોલનમાં ઠેર ઠેર પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં પાલનપુર તાલુકાના ગઢ ગામમાં પણ પાટીદારો અને પોલીસ વચ્ચે અથડામણ થતાં પોલીસ દ્વારા ટોળાને વિખેરવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે પાટીદાર સમાજના યુવકોમાં મોત થયા હતા.

જોકે પાટીદાર અનામત આંદોલનમાં પોલીસ દ્વારા પાટીદાર સમાજના 167 લોકો સામે કેસો દાખલ કરાયા હતા જેને લઇ પાટીદારોમાં રોષ ફેલાયો હતો અને પાટીદારો પર કરાયેલા કેસો પાછા ખેંચવા માંગ પ્રબળ હતી. જેમાં વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણી ટાણે ભાજપના પ્રદેશના અને રાષ્ટ્રીય આગેવાનો દ્વારા પાટીદારોને તેમના પર કરવામાં આવેલ કેસો પાછા ખેંચવા હૈયા ધારણાઓ આપવામાં આવી હતી.