છોટાઉદેપુરના ડોલરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ- પ્રોવાઇડર મિટીંગ બોલાવી ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણે ટીબી રોગના દર્દીઓ માટે સરકાર દ્વારા મળતી સેવાઓ વિનામૂલ્યે તપાસ, સારવાર તેમજ વિશે તથા નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર્દી નાં બેંક એકાઉન્ટ માં જમા કરવામાં આવતા રૂપિયા ૫૦૦ તેમજ ટ્રાઈબલ દર્દી માટે મળતી રૂપિયા ૭૫૦ સહાય વિશે પણ વિસ્તૃત વાત કરી હતી.
યોજાયેલ પેશન્ટ -પ્રોવાઇડર માં જિલ્લા ડીઆરટીબી કો- ઓર્ડીનેટર શ્રી વાલસિંગભાઈ રાઠવા પણ જરૂરી માહિતી આપી હતી, મિટિંગ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં મેડિકલ ઓફિસર ડો. બિનલ રાઠવા તથા સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્ય, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર મનહરભાઈ વણકર સહિત આરોગ્ય સુપરવાઈઝર ફકીરભાઈ રાઠવા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તમામ કર્મચારીઓ તથા ટીબી ચેમ્પિયન્સ અને ડોટ્સ પ્રોવાઇડરો તથા ટીબી રોગના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

