Gujarat

ચોટલી જેતપુરમાં આજે પૈસા આપો, કાલે ચાઇનીઝ દોરી  મેળવો 

છાનેછપને વેચાતી ચાઇનીઝ દોરીના વેપલાને નાથવા તંત્ર વામણું સાબિત
રાજકોટ જિલ્લા પોલીસ વડાના જાહેરનામાનો સરેઆમ ઉલાળિયો ! છે કે કોઈ માઈકે લાલ કે પ્રતિબંધિત દોરીનું વેચાણ અટકાવે ?
લોકોના ગળા અને પક્ષીઓ માટે ઘાતક પુરવાર થતી ચાઇનીઝ દોરીનું જેતપુરમાં છાનેછાપને ધોમધોકાર વેચાણ થઇ રહ્યું છે. લાગતા વળગતા સત્તાધીશો આ બધું જાણતા હોવા છતાં આવી કામગીરીની લપમાં ન પડવા માંગતા હોવાનો તાલ સર્જાઈ રહ્યો છે. તત્રની આવી ખોરા ટોપરા જેવી નીતિને લીધે જેતપુર શહેરમાં આ વખતે ચાઇનીઝ દોરી કોનો ભોગ લે તેવી જાગૃત લોકોમાં દહેશત ફેલાઈ છે.
જાણકારો કહે છે કે આગામી મકરસંક્રાંતની ઉજવણી માટે જેતપુરમાં પણ અનેક જગ્યાએ પતંગ-દોરીનું વેચાણ શરુ થઇ ગયું છે. દરેક ઉત્સવ ઉમંગભેર ઉજવાવો જ જોઈએ તેમાં કોઈની નાં ન હોઈ શકે પણ મારા-તમારા આનંદ ખાતર કોઈની જીંદગી જોખમમાં મુકાઈ જાય તેવું કૃત્ય કરવાનો મને-તમોને કે કોઈને અધિકાર નથી તેવું કહેવું પણ અમોને મુનાશીબ લાગે છે.
જેતપુરમાં આવી જ વાત સાબિત થઇ રહી છે. માત્રને માત્ર કમાઈ લેવાની લ્હાયમાં અહી અમુક વેપારીઓ છાના ખૂણે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પ્રતિબંધિત કરેલી એટલે કે આવી દોરીનો ઉપયોગ કરવા પર પાબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે તેવી ઘાતક ચાઇનીઝ દોરીનું માંગ્યા પૈસે વેચાણ થઇ રહ્યું છે. યુવાધન પણ કોઈના પતંગ કાપવાની મોજ માણવા ગમે તેટલા પૈસા ખરીદીને આવી ચાઇનીઝ દોરી ખરીદવામાં આંધળી દોટ મુકે છે પણ કદાચિત આવી દોરીનો ઉપયોગ કરનાર કે તેમના પરિવારજનો ઉપર પણ ખતરો પેદા થઇ જતો હોવાની વાત ધ્યાને ન લેવાતી હોવાથી ચાઇનીઝ દોરી કોઈના પ્રાણ હરી લેશે તેવી ચિંતા અને ડર જાગૃત લોકોમાં ફેલાયો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આવી ફરિયાદો જ્યારે જ્યારે ઉઠે છે ત્યારે સંબંધિતો કહેતા હોય છે કે અમોને કોઈ ફરિયાદ નથી મળી, પણ અખબારી અહેવાલોને પ્રજા સમસ્યા કે હાલાકી સમજીને તંત્રે ખાનગી રાહે તપાસ કરીને ચાઇનીઝ દોરી વેચતા તત્વોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવું જાગૃત લોકો કહે છે.
બોક્સ : પૈસા પછી બીજા દિવસે ચાઇનીઝ દોરીની મળે છે ડીલીવરી
જાણકારો કહે છે કે તમારે જેતપુરમાં ચાઇનીઝ દોરી જોઈતી હોય તો આરામથી મળી જાય છે પણ વેચનારની પોલીસીને તમારે અનુસરવી પડે છે જુનાગઢ રોડ થી અમરનગર રોડ સુધી અને જેતપુર શહેર વિસ્તારમાં આ પ્રકારે પોલીસી એ છે કે ” આજે પૈસા આપો અને કાલે ચાઇનીઝ દોરી મેળવો” ખરેખર જો આ વાત સત્ય હોય તો સંબંધિતોએ પતંગ-દોરી વેચતા વેપારીઓની સધન તપાસ કરીને જો ચાઇનીઝ દોરી પકડાય આકરા પગલા ભરવા જોઈએ તેવી લોકોની માંગ છે.
બોક્સ : ચાઇનીઝ દોરીના વેપારીઓને પકડવા જ હોય તો આ રહ્યો ઉપાય
જાગૃત લોકો કહે છે કે, શહેરમાં અનેક જગ્યાએ વેચાતી ચાઇનીઝ દોરી ભલે તંત્રને ન દેખાય પણ જો આવું વેચાણ અટકાવવું જ હોય અને જેતપુરની પ્રજાને સલામતી બક્ષવી હોય તો શંકાસ્પદ દોરી સાથે પતંગ ઉડાડતા યુવાનો પાસે તંત્રે પહોચી જવું જોઈએ અને જો વખતે પતંગ ઉડાવનાર પાસે ચાઇનીઝ દોરી પકડાવા પામે તો તેમને આકરી ભાષામાં પુછ્પરછ કરીને દોરી ક્યાંથી લીધી ? તે વાત ઓકાવીને ચાઇનીઝ દોરી વેચાણનું પગેરું મેળવી શકાય. ટૂંકમાં દારૂ જેવુ દુષણ નાથવા તંત્ર જેવી મોડસ ઓપરેન્ડી વાપરે છે તેવી કાર્યવાહી ચાઇનીઝ દોરી વેચાણને ભેદવા વાપરવી જોઈએ તેવું જાગૃત લોકો કહે છે.

IMG-20240110-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *