રાજકોટ શહેર ભંગારના ડેલામાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી પી.સી.બી.
રાજકોટ શહેર તા.૧૪/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે પી.સી.બી. PI એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. એમ.જે.હુણ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ વિક્રમસિંહ તથા વાલજીભાઇ જીવાભાઇ નાઓને મળેલ સયુંકત હકિકત આધારે ખોડીયારનગર શેરીનં.૧ તાજ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસને પકડી પાડવામાં આવેલ છે. મુસ્તુફા ઇકબાલભાઇ લીંગડીયા જાતે.મુસ્લીમ ઉ.૨૮ રહે.ખોડીયાનગર શેરીનં.૧૪ એસ.ટી.વર્કશોપ પાછળ રાજકોટ કુલ કિ.રૂા.૧,૦૦,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

