Gujarat

વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, લોકોએ ગરમીથી રાહત મેળવી

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઈંચ સુધી સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ શહેરમાં સાંજે કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી અમુક ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી હતી.

જામનગર શહેર અને જિલ્લામાં 24 કલાકમાં મેઘરાજાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં કાલાવડના નવાગામ અને જામજોધપુરના ધુનડામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ત્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં લાખાબાવળ, જામજોધપુરના વાંસજાળીયા તથા લાલપુર તાલુકાના પડાણા અને મોટા ખડબામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. લાલપુરના ભણગોરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે, તેમજ જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા છાંટા જોવા મળી રહ્યા છે.