Gujarat

જોધપુર નાકા પાસે ગટર છલકાતા લોકોએ હાલાકી

ગટર છલકાતા માર્ગો પર ઉભરાયેલા ગંદા પાણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળિયા શહેરમાં જોધપુર ગેઇટ વિસ્તારમાં ગટર છલકાતા માર્ગો પર ઉભરાયેલા ગંદા પાણી નગર ગેઇટ સુધી ફરી વળ્યાં હતા.જેથી લોકોએ હાલાકીનો સામનો કર્યો હતો.

ખંભાળીયા શહેરમાં ગઈકાલે જોધપુર ગેઇટ વિસ્તારમાં મેઇન ગટરમાં કંઈક વસ્તુ ફસાતા ગંદા પાણી છલકાતા રસ્તા પર વગર ચોમાસાએ પાણી પાણીની સ્થિતિ સાથે ગંદુ ઉભરાતું પાણી હોય, દુકાનદારો તથા રાહદારી લોકો ઉપરાંત વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

છેવટે નગર પાલિકાના સફાઈ તંત્રએ ગટરની અડચણ દૂર કરતા ગટરનું પાણી પૂર્વવત થયું હતું જોકે આ મેઇન ગટર હોય બંધ થવાની સાથે જ નાનું ઝરણું વહે તેમ ગંદુ પાણી રસ્તાની બન્ને તરફ ફળી વળે છે

શહેરમાં આ મેઇન વિસ્તાર હોય તથા અહીંથી દાખલ થઈને જ શહેરના અન્ય વિસ્તારોમાં જવાનું થતું હોય આ વિસ્તારમાં છાશવારે કોઈક ગટરમાં લીલા નાળિયેર જેવી વસ્તુઓ ફસાવીને ધરારથી ઈરાદા પૂર્વક ગંદકી ફેલાવવા કૃત્ય કરતા હોય તેવું પણ બહાર આવેલું હોય, કડક તપાસ સાથે પગલાંની માંગ પણ ઉઠી છે.