Gujarat

ઉના-ગીરગઢડા તાલુકાના મુખ્ય શિક્ષકો દ્વારા આવેદન….HTAT મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવા માંગ….

ઉના- ગીરગઢડા તાલુકાની પ્રાથમિક શાળાઓના HTAT આચાર્યો છેલ્લા 12 વર્ષથી જુદી જુદી પ્રા. શાળાઓમાં ફરજ બજાવી રહ્યા છે. જેની બદલી, સેવાકીય નિયમો આજદિન સુધી બહાર પાડવામાં ના આવેલ નથી. આ બાબતે સમગ્ર રાજ્યના આચાર્યો દ્વારા જુદા જુદા જિલ્લામાં સત્વરે આ નિયમો જાહેર કરવા અંગે તમામ HTAT આચાર્યો દ્વારા પ્રાંત અધિકારી ઉના ખાતે આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી.
વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રીની દૂરંદેશીને કારણે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકની પોસ્ટ ઊભી કરી વર્ષ 2012 થી 2018 સુધી નિમણુંક આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા HTAT આચાર્યમિત્રો 2012 થી શાળામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહ્યા છે. હાલ કેડરને અસ્તિત્વમાં આવ્યાને 11 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવાં છતાં બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી. બદલી, સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ માટે આજદિન સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે.
નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજદિન સુધી આવેલ નથી. જેથી આ અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે ધરણાં કરવાની જરૂર પડશે તેવી ચીમકી સાથે લેખીત રજૂઆત કરી માંગ કરેલ છે..

IMG-20240226-WA0072.jpg