Gujarat

લીલીયા મોટા આંગણવાડી બહેનો દ્વારા વિવિધ માંગણીઓને લઈ ને પાઠવાયુ આવેદન પત્ર

લીલીયા મોટા તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા પ્રશ્નો જે રાજ્ય સરકારે કેબિનેટ કક્ષાએ નિર્ણય કરવાના છે તે બાબતે પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકારના નિર્ણય માટે બેઠક યોજાય તે માટે આંગણવાડી ના બહેનો દ્વારા આજરોજ નીતિ વિષયક બાબતોના રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવા જરૂરી છે જે માંગણીયો આંગણવાડી બહેનો દ્વારા સી.ડી.પી.ઓ કચેરી ખાતે આવેદનપત્ર  આપવા માં આવેલ છે જેમાં લઘુત્તમ વેતન ₹495/- કરાયેલ છે એ વેતન 500/- રૂપિયા હેલપરો ને માત્ર રૂપિયા 5500/- માનદ વેતન અપાય છે જે ખૂબ ઓછું હોય આંગણવાડી વર્કરને મળતા વેતનમાં 75% લેખે ચુકવવું જોઈએ બધી જ કામગીરી મોબાઇલ થી ફરજિયાત ખાનગી મોબાઇલથી કરવામાં આવે છે પરંતુ સરકારી મોબાઈલ લાંબા સમય થી ચાલતો ન હોય નવા મોબાઈલ આપવા અથવા મોબાઈલ ની કિંમત જેટલી રકમ આપવા સપ્ટેમ્બર 2022 માં વચન અપાયેલ તેનો અમલ અને બહેનો પોતાના મોબાઈલ થી કામગીરી કરી શકતી નથી ગમે ત્યારે મોબાઈલ હેંગ થઈ જાય છે માટે મોબાઈલ ની જોગવાઈ કરવી નિવૃત્ત વયમર્યાદા 60 વર્ષ  કરવા વચન અપાયેલ હોય જે વચન અન્વયે તાત્કાલિક જાહેરનામું બહાર પાડવામાં આવે વર્કર માંથી મુખ્ય સેવિકા ના પ્રમોશન માં 45 વર્ષની વય મર્યાદા દૂર કરવાના વચન અપાયેલ તેનો અમલ કરો તથા તમામ પ્રમોશનો ત્રણ માસમાં આપવામાં આવે સમાધાન સમયે છ મહિના મા પ્રમોશન અપાશે તેવી ખાતરી આપવામાં આવેલ હતી પોષણ આહારના દરોમાં 100% વધારો કરવામાં આવે હાલના બજાર ભાવ ધ્યાનમાં લેવા, ફંડ તથા પેન્શન યોજનામાં લાગુ કરવામાં આવે વાર્ષિક 20 રજાઓ માં વધારો કરવામાં આવે તેમજ વેકેશનના દિવસો શિક્ષકોને અપાતા વેકેશન જેટલા કરવામાં આવે તથા માંદગીની 30 દિવસની રજા આપવામાં આવે જાહેર રજામાં પણ વધારો કરવા માંગ કરવામાં આવેલ તેમજ મીની આંગણવાડીમાં હેલ્પર ની તાત્કાલિક નિમણૂક દિવાળી બોનસ રૂપિયા 10,000/- માનદ વેતન દર મહિનાની 1 થી 10 તારીખમાં ચૂકવાય તેવી વ્યવસ્થા કરવામાં આવે નાસ્તા,મસાલા, કઠોળ, સહિતના બીલો મંગળ દિવસની ઉજવણીના બીલો મકાન ભાડા,ગેસ ના બાટલાના બિલો જે ચૂકવાયા નથી તે તમામ યુદ્ધના ધોરણે ચૂકવવામાં આવે તેમજ રાજ્ય તરફથી આંગણવાડીના ચેકિંગની વ્યવસ્થા છે પરંતુ બિલોના ચૂકવવાની તપાસની વ્યવસ્થા જ નથી રાજ્ય કક્ષાએ નોડલ ઓફિસરની  નિમણૂક કરી જવાબદારી નક્કી કરવામાં આવે પોષણ સુધા ના બીલો બીજા મહિને જ ચૂકવવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવે તમામ પ્રકારના બીલો માટે કમસેકમ દર બે મહિને ₹6000/- એડવાન્સ રકમ નિયમિત જમા કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે મોબાઈલ ઇનસેટિવની   રકમો બાકી છે તે ચુકવો તથા નિમિત ચુકવણું કરવામાં આવે ઘરભાડા પરિપત્ર મુજબ એક પણ જિલ્લામાં ચૂકવાતા નથી જુનાદર મુજબ પણ નિયમિત ચુકવાતા નથી તે નવા પરિપત્ર મુજબ ચૂકવવાની કડક સૂચના આપવામાં આવે સુપ્રીમ કોર્ટના 25/4/2022 ના ચુકાદાના મુજબ જે આંગણવાડી વર્કર હેલ્પરે ગ્રેચ્યુંઇટી ઓથોરિટી (કોર્ટના) હુકમ મેળવેલ છે તેને તથા પેમેન્ટ ઓફ ગગ્રેચ્યુટી એકટ તળે ફોર્મ આઈ ભરીને માંગણી કરેલ છે તે પ્રાથમિકતા ના ધોરણે પહેલા ગ્રેચ્યુંઇટી ચુકવવા જેવા અનેક મુદ્દાઓ ને લઈ આજરોજ લીલીયા તાલુકા આંગણવાડી યુનિયન ના પ્રમુખ નયનાબેન ગરણીયા ની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

IMG-20240216-WA0071-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *