પાદરામાં ગૌમાતા બચાવ અંગે તેમજ રક્ષણ અંગે રેસ્ક્યૂ, તબીબી સારવાર તેમજ બિનવારસી તેમજ કાતલખાને લઇ જતી ગૌમાતાને માવજત તેમજ રક્ષણ અંગેની કામગીરી સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન, પાદરા અને ગૌરક્ષા દળ દ્વારા કરવામાં આવી રહી છે.
છેલ્લા ઘણા સમયથી પાદરામાં કેટલાક માલિકીની ગૌમાતાને રસ્તા ઉપર રઝળતી મૂકી દેતાં કેટલાક ચોક્કસ તત્વો દ્વારા ગૌમાતા ઉપર એસિડ છાંટવાના કિસ્સા તેમજ શારીરિક નુકસાન તેમજ જીવલેણ હુમલા કરવાના કિસ્સા સામે આવી રહ્યા છે.
તેવા સંજોગોમાં ગૌરક્ષક તરીકે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન, પાદરા અને ગૌરક્ષા દળ દ્વારા તેની માવજત તેમજ રક્ષણ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે.
જેથી પાદરામાં ગૌ માતા સાથે આવો કુવ્યવહાર કરનાર ઈસમો સામે કાર્યવાહી કરવા તેમજ તે દિશામાં યોગ્ય પગલાં ભરવા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વાર માંગ કરવામાં આવી હતી. આ સંદર્ભે સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

