લત્તાવાસીઓએ સ્થાનિક સત્તાધીશોએ ન આપ્યો જવાબ : ૧૫ દિવસમાં ના હટાવાય તો આંદોલનની અપાઈ ચીમકી
જેતપુરના બળદેવ ધાર વિસ્તારમાં કોઈ આસામી દ્વારા સાર્વજનિક પ્લોટમાં બંધાતા વંડાના બાંકામને તાત્કાલિક રોકીને લત્તાવાસીઓને પડતી હાલાકી રોકવા જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. છતાં યોગ્ય ન થતા હવે લત્તાવાસીઓએ રાજકોટ જિલ્લા કલેકટરને રજૂઆત કરી અ બાબતે દિવસ ૧૫માં ગેરકાયદેસર વંડાનું બાંધકામ દુર નહિ કરાય તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નવાગઢ ગામે જેતપુર-નવાગઢ નગરપાલીકાની હદમાં બીનઅધિકૃત બળદેવ ધુસાની ધાર, નાગબાઈ ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં સરકારની પડતર જમીન આવેલ છે. આ જમીનમાં વેલનાથ દાદાનું મંદિર તેમજ કુટુંબનના માતાજીનો મઢ આવેલ છે. સમાજને લગતી તેમજ વિકાસને લગતી પ્રવૃત્તિઓ થતી હોવાથી લોકોને અનુકુળ છે તેમજ આ જગ્યાને સારી રીતે સાફ-સફાઈ રાખવામાં આવે છે. પરંતુ આ વિસ્તારના રાજકીય આગેવાન બળદેવભાઈ પોતાના સમાજ માટે સમાજ ઉભો કરવાની પેરવી કરી સમાજની ધાર્મિક લાગણી દુભાય તે રીતે ગેરકાયદેસર રીતે આ જગ્યામાં વંડો વાળી આ જગ્યા તેઓ પચાવી પાડવાની તજવીજ કરતા હોય તેમજ ગેરકાયદેસર રીતે બાંધકામ કરતા હોય જેને તાત્કાલીક રોકી સમાજની લાગણી ના દુભાય તેવો યોગ્ય હુકમ કરી પેશકદમી કરનારને નોટીસ આપવા રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જેસીંગભાઈ મુળજીભાઈ સહિતના લત્તાવાસીઓએ જણાવ્યું છે કે, બિનઅધિકૃત જગ્યા ઉપર આ કામના આસામીઓ ગેરકાયદેસર રીતે કબજો કરી લેશે તો આ વિસ્તારમાં ટ્રાફીકની સમસ્યા ઉભી થશે અને ધાર્મિક પ્રસોંગોના સમયે લોકોને ખુબ જ મુશ્કેલીઓ ઉભી થશે તેમજ અમારા માતાજીનો મઢ તથા વેલનાથ દાદાના મંદિરની જગ્યાને આ કામના આસામીઓ પચાવી પાડશે અને અમારા સમાજમાં ખોટી રીતે ઝઘડાઓ ઉભા થશે આ બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય લઈ ગેરકાયદેસર રીતે પેશકદમી તાત્કાલીક રોકવાનો હુકમ થાય તેવી લત્તાવાસીઓએ પાલિકાના ચીફઓફિસર અને મામલતદાર સમક્ષ માંગ કરાઈ છે.
અત્રે એ નોંધનીય છે કે આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં સ્થાનિક પ્રસાસને ધ્યાન ન આપતા હવે લત્તાવાસીઓએ રાજકોટ જિલ્લા કલેકટરને રજૂઆત કરી ન્યાય આપવા માંગ કરી છે.

