2018 થી આખા વર્ષ દરમિયાન જે બાળકોનો આધ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીમાં જન્મ થાય તેને નિઃશુલ્ક બેબી કીટ આપવામાં આવે છે
ગુજરાત સરકારની વિવિધ આરોગ્યલક્ષ્યી સેવાઓ જનજન સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે વિવિધ આરોગ્યલક્ષ્યી કેમ્પ રાખવામાં આવે છે તેના અનુસંધાનમાં જીસીએસ હોસ્પિટલ અમદાવાદ અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં હદય રોગ,કિડની રોગ,ચામડીનાં રોગ, કાન ગળાના રોગ,અને હાડકાના રોગ,ના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓને તપાસીને સારવાર આપવામાં આવી હતી આ કેમ્પને સફળ કરવામાં હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર યજુવેન્દ્ર મકવાણા ઇન્ચાર્જ આર.એમ.ઓ ડોકટર રધેય જોશી નર્સિંગ સ્ટાફ, લેબોરેટરી સ્ટાફ, વહીવટી સ્ટાફ, અને અન્ય વર્ગ 3 અને વર્ગ 4 કર્મચારીઓએ પોતાની જવાબદારી અને સેવાના હેતુથી આ કેમ્પને સફળ બનાવવામાં પોતાનો યોગદાન આપ્યું હતું દર્દીઓએ પણ આ કેમ્પનો લાભ લીધો હતો અને હોસ્પિટલની આવી સેવાને બિરદાવી હતી અને આભાર માન્યો હતો
અંબાજી થી નડાબેટ સુધી એક જ સમયે એક સાથે 100 દિવસ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટ-2024 ની શરૂઆત
યાત્રાધામ અંબાજી ખાતે તારીખ 11/06/2024 ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા, મહિલા કલા-નિધિ ટ્રસ્ટ અને રેડિયો પાલનપુર 90.4 FM ના સંયુક્ત ઉપક્રમે દાતાશ્રી પરીખ ફાઉન્ડેશન, મુંબઈના સહયોગથી અંબાજી થી નડાબેટ સુધી એક જ સમયે એક સાથે 100 દિવસ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટ-2024 ની શરૂઆત આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ,અંબાજી ખાતે કરવામાં આવી જેમાં નિવૃત્ત અધિક કલેકટર એસ.એસ.વાઘેલા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ મંદિરનાં વહીવટદારશ્રી, કૌશિકભાઈ મોદી દાંતા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ. કિરણ ગમાર શક્તિ સેવા કેન્દ્ર માંથી બહાદુરભાઈ તેમજ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. યજુવેન્દ્ર મકવાણા ઇન્ચાર્જ આરએમઓ ડૉ. રાધે જોશી તેમજ ગાયનેક ડૉ. મૈત્રી મોઢ તેમજ અન્ય ડૉક્ટસૅ હોસ્પિટલનાં નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય પેરા મેડિકલ સ્ટાફ તેમજ વહિવટી સ્ટાફ તેમજ દાંતા તાલુકા ના અન્ય આરોગ્ય સ્ટાફ તેમજ રેડિયો પાલનપુર 90.4 એફએમના આરજે અંજલી આરજે ગિરીશ તેમજ અહેમદભાઈ હાડા તેમજ આરોગ્ય સ્ટાફ તેમજ દર્દી અને દર્દીના સગા આ કાર્યક્રમ માં હાજર રહ્યાં હતા.
મિશન વસ્ત્રમ અંતર્ગત અત્રેની હોસ્પિટલ ખાતે 2018 થી આખા વર્ષ દરમિયાન જે બાળકોનો આધ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીમાં જન્મ થાય તેને નિઃશુલ્ક બેબી કીટ આપવામાં આવે છે આમ આ વર્ષે અંદાજિત 1000 જેટલી કીટ મહિલા કલા-નિધિ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલને આપવામાં આવી હતી આ મિશન વસ્ત્રમ બેબી કીટ થી નવજાત શિશુને ચેપ લાગવાનું તેમજ બાળક ઠંડુ પડી જવાના કારણોથી બાળકને બચાવી શકાય છે આમ મિશન વસ્ત્રમ અંતર્ગત જિલ્લામાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા બાળમરણ ઘટાડવા માટે જે પ્રયાસો કરવામાં આવે છે તે સરાહનીય છે. વહિવટદારશ્રીએ આદીવાસી વિસ્તારમાં મિશન વસ્ત્રમ બેબી કીટ વિતરણ પ્રોજેક્ટ બદલ ટ્રસ્ટ અને સુજ્ઞ દાતાશ્રીઓની સેવાકીય કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.આધ્ય શક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીના હોસ્પિટલના પ્રસંશનીય કામગીરી બદલ ગાયનેક સ્ટાફને હાજર રહેલા મહાનૂભાવોએ બિરદાવી હતી.
ટ્રસ્ટે મિશન વસ્ત્રમ પ્રોજેક્ટ આજથી આગામી ૧૦૦ દિવસ પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત રહેશે તો વધુને વધુ લોકોને આ લાભ લેવા અનુરોધ કર્યો હતો.