જામનગમરાં હાર્ટફુલનેસ સંસ્થા દ્રારા 10000 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. શહેરમાં કુલ 50000 વૃક્ષ વાવવાનો સંસ્થાએ સંકલ્પ કર્યો છે. મનના શુધ્ધિકરણની સાથે પર્યાવરણ જતન અને જાગૃતિનું સ્તુત્ય કાર્ય સંસ્થા દ્રારા કરવામાં આવી રહ્યું છે.
હાર્ટફૂલનેસ ઈન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા સભ્યોએ જણાવ્યું હતું કે, હાપા પાસે મનપાના મેદાનમાં 10000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સંસ્થાના નિષ્ણતોના માર્ગદર્શન હેઠળ ક્યા રોપા કેવી રીતે વાવવા, ક્યું ખાતર નાંખવું, કેટલું અંતર રાખવું વગેરે તમામ બાબતોનું ધ્યાન રાખીને સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી વૃક્ષો વાવવામાં આવ્યા છે.
ત્રણ મહિનામાં આ વૃક્ષો 8 થી 10 ફુટના થયા છે. આગામી દિવસોમાં સોનલનગરમાં મનપાએ ફાળવેલી જગ્યામાં વૃક્ષો વાવવામાં આવશેે. હાર્ટફૂલનેસ ઈન્સ્ટિટ્યૂટનું મુખ્ય ધ્યેય માનવીના મનની આંતરિક પ્રકૃતિનું સંતુલન જાળવવાનું છે.
જેનાથી શરીર રોગોથી મુક્ત રહે છે. મન તણાવયુક્ત રહે છે, અને દરેક વ્યક્તિની કામ કરવાની, વિચારવાની શક્તિમાં અનેકગણો વધારો થઈ શકે છે. આથી સંસ્થા દ્રારા મનની શુધ્ધિ સાથે પર્યાવરણ જતન અને જાગૃતિનું સ્તુત્ય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

