IPLની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જામનગરમાં આવી પહોંચી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રિલાયન્સ ગ્રીન્સમાં ટૂંકું વેકેશન માણસે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક હાર્દિક પાંડયા, રોહિત શર્મા, તિલક વર્મા, કવેના મફાકા, અર્જુન તેંડુલકર, ઈશાન કિશન સહિતની ટીમ એરપોર્ટથી રિલાયન્સ ગ્રીન પહોંચી હતી.
જામનગરના એરપોર્ટ પર ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સની ક્રિકેટ ટીમનું આગમન થયું છે. આઇપીએલમાં મુંબઈની ટીમનો ચાર દિવસનો બ્રેક હોવાથી ટીમ જામનગરની મહેમાન બની છે, અને રિલાયન્સ ગ્રીન્સમાં પોતાના પરિવાર સાથે મીની વેકેશન માણશે.
મુંબઈ ઈન્ડીયન્સની ટીમના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા, પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, ઉપરાંત અર્જુન તેંડુલકર, તિલક વર્મા, ઇશાન કિશન, કવેના મફાકા સહિતના ક્રિકેટ ખેલાડીઓ જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. કેટલાક ખેલાડીઓ પોતાના પરિવાર સાથે પણ આવી પહોંચ્યા હતા, અને તમામનું એરપોર્ટ પર રિલાયન્સ કંપનીના અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું, અને તમામને સ્પેશિયલ લક્ઝરી બસ મારફતે મોટી ખાવડી સ્થિત રિલાઇન્સ ગ્રીન્સમાં લઈ જવામાં આવ્યા છે, અને તેઓ શનિવાર સુધીનું ચાર દિવસનું મીની વેકેશન માણશે.










