Gujarat

જેતપુર પંથકમાં જુગારીયાઓ ઉપર પોલીસની ઘોંસઃ ૩ દરોડોમાં ૮ મહિલા સહિત ૨૪ પકડાયા

દેવકીગાલોળ ગામની સીમમાં રૂરલ એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા ૮ને ૧.૫૯ લાખની રોકડ સાથે ઝડપી લીધા
જેતપુર પંથકમાં અમરનગર, દેવકીગાલોળ, તેમજ શહેરના ટાકુડીપરામાં જુગારની રેડ  દરમ્યાન ૮ મહિલાઓ અને ૧૬ પુરૂષો મળી કુલ ૨૪ શખ્સોને રૂ.૧.૯૫ લાખની રોકડ સાથે પોલીસે પકડી પાડતા ફફડાટ વ્યાપી ગયો છે.
રૂરલ એલસીબીના ગતરોજ પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન બાતમી મળેલ કે દેવકી ગાલોળની સીમમાં આવેલ કારખાનાની બાજુમાં જુગાર રમાતો હોય. જે બાતમીના આધારે સીમમાં આવેલ વાઘેશ્વરી પ્રીન્ટ નામના કારખાના પાસે રેડ કરી તીનપતીનો જુગાર રમતા કેયુર વિનુભાઇ સતાસીયા(દેવકીગાલોળ), દિનેશ બચુભાઇ સોશીયા (રહે.બામલગઢ), અરવિંદ દેવરાજભાઇ વઘાસીયા(થાણાગાલોળ) નરેશ દેવજીભાઇ કયાડા(દેવકીગાલોળ), પંકજ પોપટભાઇ હરખાણી (ટાકુડીપરા- જેતપુર), મહેન્દ્ર વજુભાઇ રૂપાપરા (અમરનગર રોડ- જેતપુર), ભગવાનજી રવજીભાઇ વાઘાણી (ચારણ સમઢીયાળા), હિતેષ ચનાભાઇ ચોૈહાણ(ખીરસરા) તમામ શખ્સોને કુલ રોકડ રૂ.૧,૫૯,૧૦૦ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપી આપેલ.
બીજી રેડમાં તાલુકા પોલીસે અમરનગર ગામે કામગીરીમાં જવેર ડાઇંગ વેલજીભાઇ રામોદીયાની વાડી પાસે બાવળની ડારમાં તીનપત્તીનો જુગાર રમતા વાડીમાલીક ઝવેશ વાલજીભાઇ રામરેલીયા, વિષ્ણુ મગનભાઇ વસોયા, કિશોર ઝાલાભાઇ વેકરીયા, નિકુંજ ધીરૂભાઇ વઠાલીયા, મુકેશ વાઘાભાઇ મોરબીયા, વિજય જેન્તીભાઇ સાંગાણી (રહેગામ અમરનગર) મનસુખ કેશુભાઇ ભેસાણીયા (બાટવા દેવકી), મહેશ ભીખુભાઇ ડોબરીયા (વાડાસડા) તમામ શખ્સોએ રોકડ રૂ. ૨૯.૪૦૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
ત્રીજી રેડમાં સીટી પોલીસે  રેડ કરી તીનપત્તીનો જુગાર રમતી મહિલાઓ સવીતાબેન રાજેશભાઇ અધેરા, વનાબેન મુકેશભાઇ જાદવ, પલ્લવીબેન જયેશભાઇ જાદવ, જયશ્રીબેન દિલીપભાઇ સરવૈયા,મંજુલાબેન રમેશભાઇ રીબડીયા (રહે તમામ ટાકુડીપરા) ભગવતીબેન ઉર્ફે ભકિતબેન કિશનભાઇ ગોંડલીયા, (પીઠડીયા) આઠેય મહિલાઓ પાસેથી રોકડ  રૂ.૧૧,૩૧૦ કબ્જે કરી રાત્રીના ૧૨ વાગ્યા હોય તમામ મહિલાઓને સવારે પોલીસ સ્ટેશન હાજર થવા જણાવી તમામ વિરૂધ્ધ