ધોરાજી તાલુકા પોલીસ મથકની પોલીસ ટીમે ગ્રામીણ વિસ્તારોમાં અષાઢી બીજ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
અષાઢી બીજ નિમિત્તે ધોરાજી તાલુકાના તોરણીયા નકલંક ધામ સહિતના ભવ્ય મંદિરોમાં ધાર્મિક કાર્યકમોનાં આયોજન કરવામાં આવેલ છે.
ઉત્સવોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીએસઆઇ વિક્રમસિંહ જેઠવા સહિતના પોલીસ સ્ટાફે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.