Gujarat

વાંકલ ગામે ગણપતિ ઉત્સવ નિમિત્તે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

માંગરોળ તાલુકાના વાંકલ ગામે ગણપતિ ઉત્સવ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

તકેદારીના ભાગરૂપે હાલ ગણપતિ ઉત્સવમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ ઉત્સવની ઉજવણી થાય કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને અને કાયદો વ્યવસ્થા જળવાય જેના ભાગરૂપે વાંકલ ગામના મુખ્ય બજાર વિસ્તાર માર્ગ પર માંગરોળ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ સોલંકી અને પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.