ઉનાના અંજાર રોડ પર આવેલ રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુંપાવેલ હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરી હતી. અને રહેણાંક મકાન માંથી દારૂનો જથ્થો મળી આવેલ હતો. દારૂના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બે શખ્સોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરેલ છે.
ઉનાના અંજાર રોડ પર આવેલ પાડામાર વિસ્તારમાં રહેતો અફઝલ ઓસમાણ વલીયાણી પોતાના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ગેર કાયદેસર રીતે સંતાડી રાખી અને બારોબાર હેરફેર કરતો હતો. તેવી ચોક્કસ બાતમી આધારે ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન.રાણાની સુચના હેઠળ ધર્મેન્દ્રસિંહ માનસિંહ પરમાર, જોરૂભા મકવાણા, દિલીપભાઇ અશોકભાઇ સાંખટ, રાહુલભાઇ છેલાણા સહીતની ટીમે રેઇડ કરી હતી.
અને રહેણાંક મકાનમાં રેઇડ દરમિયાન તપાસ હાથ ધરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાના મોટી બોટલો નંગ 299 જેની કિ.રૂ.44,350, મોબાઇલ સહિત કુલ કિ.રૂ.44,850 ના મુદામાલ સાથે શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
જ્યારે અન્ય બે શખ્સોના નામ ખુલ્લા જેમાં ભરત ભીખા મકવાણા રહે ઉના તેમજ સંજય જેઠા પરમાર રહે કોડિનાર વાળા આ બંને શખ્સો હાજર મળી આવેલ નથી. આમ ત્રણ શખ્સો સામે ફરીયાદ નોધી બે શખ્સોને ઝડપી પાડવા પોલિસે ચક્રોગતિમાન કરેલ છે.