Gujarat

દિવ-ઘોઘલા દરિયાઇ ખાડીમાંથી વિદેશી દારૂ બોટલો હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા

દારૂ બિયરના ટીન કુલ નંગ -94 સહિત મુદ્દામાલ કબ્જે કર્યા..

દિવ-ઘોઘલા દરિયાઇ ખાડી માંથી દારૂ બોટલો હેરાફેરી થતી હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી બે શખ્સોને વિદેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉનામાં પોલીસ અધિક્ષકની સુચના હેઠળ દારૂ જુગારની બંદી દુર કરવા અને કડક અમલવારી કરવા આદેશ આપેલ હોય જે અનુસંધાને ઉના પી આઇ એમ.એન.રાણા‚ તથા સર્વેલન્સ સ્કોર્ડના પી એસ આઈ આર.પી. જાદવ, ધર્મેન્દ્રસિંહ પરમાર,  વિજયભાઇ ચૌહાણ તથા રાહુલભાઇ છેલાણા  પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન સયુક્ત બાતમી આધારે દિવ-ઘોઘલા દરિયાઇ ખાડીમાંથી વિદેશી દારૂની બોટલો વિજય રાજા બારૈયા રહે.જામવાળા તેમજ મહેશ શંકર મકવાણા રહે.કોડીનાર આ બે શખ્સો બાઇકમાં હેરાફેરી કરે છે.
જે બાતમી આધારે ઝડપી પાડી પડેલ હતા. અને પોલીસે તેની તલાસી લેતાં  વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની નાની-મોટી બોટલ નંગ 82 તથા બીયર ટીન નંગ – 12 એમ કુલ  94 મળી, દારૂનો જથ્થો, બાઈક સહિત બે શખસોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
તેમજ બંનેની વધું પુછપરછ કરતા  હીતેષ હકા વડવાતર રહે. જામવાળા વાળો નહી મળી આવનાર સહિત ત્રણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.