Gujarat

જામનગરમાં વડાપાઉના વેપારી પાસેથી વ્યાજના બદલામાં ટ્રેકટર અને ચેક પડાવી લેનાર વ્યાજખોરને પોલીસે દબોચ્ચો

જામનગરમાં દાંડિયા હનુમાન મંદિર સામે ભુતનાથ વડાપાઉં નો ધંધો કરતા યુવાને જુદા જુદા સમયે અલગ અલગ 15 લોકો પાસે થી કુલ આશરે 40 લાખ થી વધુની રકમ ઊંચા વ્યાજે લીધી હતી.

તે માટે આશરે 81.44 લાખ ની રકમ વ્યાજ સહિત ચૂકવી હોવા છતાં પોતાને ધાક ધમકી આપવા મા આવતાં આખરે તેણે 15 વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેમાં ટ્રેક્ટર અને બે કોરા ચેક પડાવી લેવાના કેસમાં પોલીસે એક આરોપી ને ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જામનગર સીટી બી પોલીસ સ્ટેશન માં ગુજરાત નાણા ધીરધાર ની કલમ મુજબનો ગુન્હો દાખલ થયો હતો. આ કામે ફરીયાદી ના પિતાજીના માલીકીનુ ટ્રેકટર તથા SBI બેંક ખાતા ના બે કોરા ચેક સહિઓ વાળા આરોપી અતુલ ગઢવી એ બળજબરી થી મેળવી લીધા હતા. આ અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી હતી. જે દરમ્યાન આરોપી અતુલભાઈ મેઘાણંદભાઈ સાખરા (રહે.ગામ રાવલસર, સરમત પાટીયા, ચંદરીયા સ્કુલ પાછળ તા.જી.જામનગર) ને પોલીસે અટકાયતમાં લીધો હતો.

જેની પાસે રહેલા ફરીયાદીના પિતાજીના SBI બેંક ખાતાના 2 કોરા ચેક સહિઓ વાળા તથા રૂ.1.40 લાખ ની કીમત નું ટ્રેક્ટર કબજે કર્યું હતું. પોલીસ સબ ઈન્સ. ડી.જી.રાજ એ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.