મેંદરડા તાલુકાના વિવિધ સ્થળોએ પોલિયો રવિવાર ઝુંબેશ ચલાવવામાં આવેલ
મેંદરડા બસ સ્ટેશન ખાતે જીરો થી પાંચ વર્ષ ના બાળકોને પોલિયો જેવી ગંભીર બીમારીથી રક્ષિત કરવા માટે પોલીયોના ટીપા પીવડાવવામાં આવેલ જેમાં તાલુકા ભાજપ પ્રમુખ વિજય પાનસુરીયા, મહામંત્રી દિલીપ સોંદરવા સેવાભાવી ડો બાલુભાઈ કોરાટ ઉપસ્થિત રહેલ હતા
મેંદરડા નગરના બસ સ્ટેશન પાછળ આવેલ આંગણવાડી કેન્દ્ર પર પોલિયો ના દિવસે પી.એચ.સી ડેડકીયાળ ના ઉપક્રમે પોલિયો બુથ ખુલ્લું મુકવામાં આવ્યું હતું વોર્ડ નંબર 18 ના સદસ્ય પરસોતમ ઢેબરીયા આશા વર્કર બહેનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા પોલિયો નાબૂદી અભિયાન ને સાર્થક કરવાની નેમ સાથે 103 જેટલા ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવવામાં આવેલ હતા કડકડતી ઠંડીમાં માતાઓ વહેલી સવારે પોતાના નાના ભૂલકાઓને લઈને પોલિયોના ટીપા પીવડાવવા બુથ પર પહોંચ્યા હતા અને જાગૃતતા દાખવેલ હતી
મેંદરડા ના અમરગઢ ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે બે બુધ પોલિયોના બાળકોને પીવડાવી પ્રોત્સાહિત કરતા સરપંચ બાઘા ભાઈ ખુમાણ, દિલીપ સોંદરવા આશા વર્કર બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા
જ્યારે તાલુકાના આલીધ્રા ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે બે બુંદ પોલિયોના ટીપા બાળકોને પીવડાવી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા જેમાં સ્થાનિક રહેવાસીઓ આશા વર્કર બહેનો phc સેન્ટર સ્ટાફ અને તાલુકા પ્રમુખ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ-કમલેશ મહેતા મેંદરડા





