Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રીટેન્ડન્ટ પ્રકાશભાઈ કટારિયાએ સાવરકુંડલા સ્થિત માનવમંદિરની મુલાકાત લીધી

સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા સંચાલિત શ્રી લલ્લુભાઈ  શેઠ આરોગ્ય મંદિરના સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશભાઈ કટારીયા અને તેમના મિત્ર મંડળ પરિવાર સાથે માનવ મંદિરની મુલાકાત લીધી.
આમ ગણીએ તો ડો. પ્રકાશભાઈ કટારિયા હોસ્પિટલના સંચાલન માટે સતત વ્યસ્ત રહેતા હોય છે.  પરંતુ હાલ સામાજિક સેવાકીય સંસ્થાના કાર્યક્રમો કે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે સતત સાવરકુંડલા શહેરના બહોળા સમાજ સાથે સંકળાયેલા પણ જોવા મળે છે.સાવરકુંડલા શહેરનું માનવમંદિર એટલે મનોરોગી બહેનોનું વૃંદાવન ધામ જ ગણાય. માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ મનોરોગી બહેનોને માતૃપ્રેમ અને પિતા તુલ્ય સ્નેહ સાથે એક પરિવારની માફક પોતીકી ભાવનાથી ઓતપ્રોત થઈ દેખરેખ જતન કરતાં જોવા મળે છે.
 
આ આશ્રમમાંથી કુલ ૧૨૩ મનોરોગી બહેનો સંપૂર્ણ સ્વસ્થ થઈને સમાજમાં પુનઃ સ્થાપિત થઈ છે. જે માનવમંદિરનું ખૂબ મોટું જમા પાસું ગણાય. અહીં નાતજાતના ભેદભાવ વગર માત્ર સ્નેહને લક્ષમાં રાખીને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આમ ગણો તો આ માનવમંદિર એટલે મનોરોગી બહેનો માટેનું એક સર્વોત્તમ સ્નેહાલય
બિપીન પાંધી