સોશિયલમીડિયાનામાધ્યમથી સીધા જ ગ્રાહકોને ઉત્પાદન વેચીને વધુ નફો મેળવે છે
શક્કરટેટીની માર્કેટમાં રૂ.૧૦૦ થી ૧૨૦ પ્રતિ કિલો કિંમત
વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક જેવા સોશિયલમીડિયાનામાધ્યમથી સીધા જ ગ્રાહકોને ઉત્પાદન વેચવાથી વધુ નફો મળે છે. આ શબ્દો છે સેગવાસીમલી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈરાઠવાના.
પ્રકાશભાઈ છેલ્લા આઠ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. શરૂઆતમાં તેઓ પરંપરગત ખેતી કરાતા હતા. છેલ્લા ચાર વર્ષથી આધુનિક ટેકનોલોજીથી ખેતી કરે છે. મલ્ચીંગ પેપર,ડ્રીપઈરીગેશનસીસ્ટમ, ગ્રીન હાઉસ, નેટ હાઉસ,પોલી હાઉસ તથા જાપાનીટેકેનોલોજીની મદદથી તરબૂચ, શક્કર ટેટી, કાકડી જેવા પાક લઈ રહ્યા છે.
પ્રકાશભાઈએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજીથી ખેતીની શરૂઆત કરી ત્યારે તરબુચની ખેતી કરતો હતો, બે વર્ષથી શક્કર ટેટીની ખેતી કરું છું. જાપાનીહેન્ગીંગ પદ્ધતિથી તાર, ટેકા લગાવીને તેમાં વાવેતર કરું છું. એક છોડમાં એક જ ટેટીનું ઉત્પાદન લઉં છું. જેથી મને ઘણા ફાયદા થઈ રહ્યા છે. એક છોડમાં એક જ ટેટી હોવાથી ટેટીની સાઈઝ,સ્વીટનેસ અને ગુણવત્તા સારી મળી રહે છે, જેના પરિણામે માર્કેટમાં સારી કિંમત મળે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મેં એમ.એસ.સી. કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે, જે મને ખેતીમાં ઉપયોગી બને છે. ટેટીની ખેતી માટે પુના જઈને તાલીમ લીધી છે. હું બજારમાં મળતી ટેટી ના બદલે નવી સુધારેલી જાતો જ વાવું છું, જેમાં મીનાક્ષી,મધુમતી,આલિયા જેવી અનેક જાતની ટેટીનું ઉત્પાદન કરું છું. આ માટે હું બિયારણ પણ પુનાથી જ મંગાવુંછુ. મારે ત્યાં ઉત્પાદન થતી ટેટી માર્કેટમાં રૂ.૧૦૦ થી ૧૨૦ ના ભાવે વેચાય છે. મારા ખેતરમાં થતી ટેટી વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક જેવા સોશિયલમીડિયાનામાધ્યમથી સીધા જ ગ્રાહકોને વેચું છું, જેથી ખેડૂતથી સીધા ગ્રાહકને પાક મળતા વચ્ચે કોઈ કમીશન લાગતું નથી અને વધુ નફો મળી રહે છે.
શક્કર ટેટીનું ઉત્પાદન લીધા બાદ ફરી એ જ તાર, ટેકા અને મલ્ચીંગ પેપરનો ઉપયોગ કરીને કાકડીનું વાવેતર કરું છું, જેથી કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય. કાકડી રોકડીયો પાક છે. કાકડી વાવ્યાના ૩૩-૩૫ દિવસમાં પાક આવવાનું શરુ થઈ જાય છે જે ૯૦-૧૨૦ દિવસ સુધી પાક આપે છે. જેથી ટૂંકાગાળામાં વધુ આવક મળી રહે છે. હું રીશીતા કાકડી વાવું છું જે બજારમાં મળતી સાદી કાકડી કરતા અલગ છે. તેના ભાવ પણ વધુ મળે છે અને લોકલ માર્કેટમાં સરળતાથી વેચાણ થાય છે.
આમ,પ્રકાશભાઈ ખેતીમાં ખર્ચ ઘટાડીને કંઈ રીતે નફો વધારી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

