Gujarat

શ્રી કે.કે હાઈસ્કૂલનો પ્રાર્થનાખંડ ગુંજયો દેશભક્તિના રંગે..દેશભક્તિ ગીત સ્પર્ધાનું થયું ઉત્સાહભેર આયોજન

શ્રી કે.કે હાઈસ્કૂલ અને શ્રી કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ સાવરકુંડલામાં તારીખ ૧૦-૮-૨૪   ને શનિવારના રોજ “એન.એસ.એસ “નિયમિત પ્રવૃત્તિ” અંતર્ગત  સાંસ્કૃતિક કાર્યક્રમમા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં ૧૦ વિદ્યાર્થી ભાઈઓ અને ૩ બહેનોએ  ભાગ લીધો હતો.આખોયે પ્રાર્થનાખંડ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. શહીદોને સાચા અર્થમાં આપવામાં આવી હતી
શ્રદ્ધાંજલિ .આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને રાસેલીયા મોહસીન_૧૨_અ, દ્વિતીય સ્થાને ખાણીયા હિતેશ ૧૨_અ, તૃતીય સ્થાને બે વિદ્યાર્થી ભાઈઓ બહેનો ગોસાઈ દિશા_૧૨_ક, અને સરવૈયા જનક ૧૨_અ_રહ્યા હતા .રાસલીયા મોહસીને ‘યે મેરે પ્યારે વતન’ ,ગોસાઈ દિશા _ ‘રક્ત ટપકતી સો સો ઝોળી’ ,ખાણીયા હિતેશ _  ‘યે વતન વતન મેરે આબાદ રહે તુ’ ,સરવૈયા જનક _ ‘વંદે માતરમ’ ,દેશભક્તિ ગીત ગાવામા આવ્યુ હતું .આ સ્પર્ધામાં પ્રિન્સિપાલ  ચેતનભાઇ ગુજરીયા દ્વારા ઝવેરચંદ મેઘાણી રચિત “કસુંબીના રંગ” ની બુલંદ સ્વરમાં ખરેખર વિદ્યાર્થીઓને કસુંબીનો રંગ  લગાવ્યો હતો .
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શિક્ષિકા ભૂમિકાબેન ઢગલ અને હેતલબેન કાચાએ ભૂમિકા ભજવી હતી. સંચાલનમાં  રીનાબેન નાગર દ્વારા ખૂબ જ મહત્વની સેવા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર  વર્ષાબેન પટેલે સુંદર રીતે કર્યું હતું.પ્રિન્સિપાલ  ચેતનભાઈ ગુજરીયાએ ભાગ લેનાર અને નંબર મેળવનાર સર્વે વિદ્યાર્થીઓને તથા સર્વે ગુરુજનોને અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
બિપીન પાંધી