Gujarat

વિસાવદરમાં રામ જન્મોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ

વિસાવદરમાં રામ જન્મોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ

સી. વી. જોશી વિસાવદર

વિસાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ સમિતિ દ્વારા શ્રી રામ જન્મોત્સવ પ્રસંગની ઉજવણી માટેની તૈયારીઓ પૂર બહારમાં ચાલી રહી છે.
જુનાગઢ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ હરેશભાઈ સાવલિયાના જણાવ્યા મુજબ તા.૧૭-૪-૨૦૨૪ ના રોજ સમય સવારે ૯:૦૦ કલાકે શણગારેલા ફલોટ્સ સાથે ડી.જે.ના સુરીલા તાલના સંગાથે શ્રી રામ ભગવાનની શોભાયાત્રા વિસાવદરના રામ મંદિર ચોકથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થશે, ત્યારે સેવાભાવી સંસ્થા દ્વારા શરબત વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
અધ્યક્ષશ્રીના જણાવ્યા મુજબ બજરંગ દળ ગ્રુપ, ગૌસેવા સમિતિ તેમજ શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા ફ્લોટ્સ તૈયાર કરવામાં આવેલ છે. વધુમાં શહેરની ધર્મ પ્રિય જનતાને ખાસ અનુરોધ કરેલ છે કે તમામ હિન્દુ ધર્મના શ્રેષ્ઠીઓ તેમજ જુદી જુદી સેવાકીય સંસ્થા દ્વારા શ્રી રામ જન્મના બેનરો બનાવી પોતાના વિસ્તારને ધજા પતાકાથી શણગારવા અનુરોધ કરેલ છે. ધર્મપ્રેમી જનતા સ્વયં પોતાના શહેરી, મહોલ્લા શણગારશે, એટલે આપોઆપ અવધપુરી ખડી થશે. તેવા માહોલ સાથે મધ્યાહન ૧૨ વાગ્યે રામ મંદિરમાં ભગવાન શ્રી રામ જન્મની ભાવસભર ઉજવણી કરી ધન્યતા અનુભવશો. તો હિંદુ ધર્મ પ્રેમી જનતાને શ્રી રામ જન્મોત્સવ પ્રસંગમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવેલ છે. આ ધાર્મિક પ્રસંગને દૈદિપ્યમાન બનાવવા શહેરની સમગ્ર યુવા ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર