૮-અમદાવાદ(પશ્ચિમ) (અ. જા.) બેઠકની ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે પુનિત યાદવ ને ચૂંટણી નિરીક્ષક તરીકે નિમાયા છે
ગુજરાત રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ૮- અમદાવાદ (પશ્ચિમ)(અ. જા.) સંસદીય મતવિભાગમાં ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે પુનિત યાદવ ને ચૂંટણી નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને ૮- અમદાવાદ(પશ્ચિમ) (અ. જા.) સંસદીય મતવિભાગને લગતી ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈ પણ સમસ્યા હોય તો તેઓ ચૂંટણી નિરીક્ષકને મળીને નિરાકરણ મેળવી શકે છે. તેમના સંપર્ક માટે મોબાઈલ નંબર-૯૩૨૮૫૬૦૪૩૧, ટેલિફોન નંબર-૦૭૯-૨૯૬૫૧૨૨૫ (કંટ્રોલ રૂમ નંબર- ૦૭૯-૨૯૬૫૧૧૨૮૯)
છે.
ચૂંટણી નિરીક્ષકને રૂમ નં-૨૦૨, સકિર્ટ હાઉસ, એનેક્ષી, શાહીબાગ, અમદાવાદ ખાતે બપોરે ૪.૦૦થી ૫.૦૦ કલાક દરમિયાન મળી શકાશે, જેની જાહેર જનતા તથા ઉમેદવારોએ નોંધ લેવા ૮-અમદાવાદ (પશ્ચિમ)(અ. જા.) સંસદીય મતવિભાગના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરની અખબારી યાદીમાં જણાવાયું છે.