Gujarat

ઈરાન પર હુમલાનો જવાબ પર રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલને ચેતવણી આપી

ઈઝરાયેલે પોતાના પર થયેલા હુમલાના એક સપ્તાહ બાદ હવે ઈરાનને વળતો જવાબ આપ્યો છે. ઈરાને ૧૩ એપ્રિલની સાંજે લગભગ ૩૦૦ ડ્રોન વડે ઈઝરાયેલ પર અચાનક હુમલો કરી દીધો હતો. ઈરાનના હુમલામાં ઈઝરાયેલને કોઈ મોટું નુકસાન થયું ન હતુ, પરંતુ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે આ હુમલાનો ચોક્કસ જવાબ આપવામાં આવશે. જે અનુસાર ઈઝરાયેલે શુક્રવારે વહેલી સવારે ઈરાન સામે પર મોટી કાર્યવાહી કરી હતી.

પ્રારંભિક અહેવાલો અનુસાર, ઈઝરાયેલે અત્યાર સુધીમાં ઈરાનના ૯ સ્થળોને નિશાન બનાવી ચૂકયું છે અને એકબાદ એક હુમલા કરી ચૂક્યુ છે. ઈરાન ઉપરાંત ઈઝરાયેલે સીરિયા અને ઈરાકમાં ઈરાન સમર્થિત જૂથોના અડ્ડાઓને પણ નિશાન બનાવ્યા છે. ઇઝરાયેલે મોટાભાગના લક્ષ્યાંકોમાં યુએવીનો ઉપયોગ કર્યો છે. આ હુમલા બાદ આ વિસ્તારમાં સંપૂર્ણ ફ્લેશ વોર ફેલાઈ જવાની શક્યતા વધી ગઈ છે.

ખતરાને જાેતા ઈરાને તેની તમામ પેસેન્જર ફ્લાઈટ્‌સ રદ્દ કરી દીધી છે.
ઈઝરાયેલે કહ્યું કે તે હુમલાનો જવાબ આપશે, ઈરાનના ઉપરાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, જાે ઈઝરાયેલ આ હુમલાનો જવાબ આપશે તો અમે કોઈપણ વિલંબ કર્યા વિના ઈઝરાયેલ પર બમણા બળથી હુમલો કરીશું. હવે ઈઝરાયલે હુમલો કર્યો છે, હવે જાેવાનું એ રહેશે કે ઈરાન આ હુમલાનો કયા સ્કેલ પર જવાબ આપશે. ઈરાનના ઈસ્ફહાન શહેરથી ઈઝરાયેલના હુમલાની કેટલીક તસવીરો સામે આવી છે.

આ શહેરમાં ઈરાનનો પરમાણુ પ્લાન્ટ પણ છે. આ શહેર એક રીતે ઈરાનની સૈન્ય રાજધાની છે અને ૈંઇય્ઝ્રનું મુખ્યાલય પણ આ શહેરમાં છે. હજુ સુધી આ હુમલામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર ઈરાને કહ્યું કે તેણે ઈસ્ફહાન નજીક વિસ્ફોટ સાંભળ્યા બાદ અનેક ડ્રોન તોડી પાડ્યા છે. તે એવો પણ દાવો કરે છે કે હાલમાં દેશમાં કોઈ મિસાઈલ હુમલો થયો નથી.