Gujarat

વિસાવદર ગીર બોર્ડર પર આવેલ હસનાપર પ્રા. શાળાનું ગૌરવ

વિસાવદર ગીર બોર્ડર પર આવેલ હસનાપર પ્રા. શાળાનું ગૌરવ

જુનાગઢ બીએપીએસ સ્વામી મંદિરના પ્રાર્થના હોલમાં સરકારશ્રી દ્વારા લેવાયેલ જ્ઞાન સાધના પરીક્ષામાં અવલ નંબર મેળવનાર બાળદેવોના સત્કાર સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલ.
ત્યારે વિસાવદર તાલુકાની હસનાપર પ્રા. શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધ્યેય ગૌરાંગભાઈ ગોંડલીયા એ જ્ઞાન સાધના પરીક્ષામાં જુનાગઢ જિલ્લામાં પ્રથમ સ્થાન અને ગુજરાત રાજ્યમાં ૨૬ મું સ્થાન મેળવી શાળા, સમાજ અને પરિવારનું ગૌરવ વધારેલ. એક ગામઠી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાછળ તેના ગુરુજનો તથા પરિવારની શૈક્ષણિક હૂંફ મળેલ. ત્યારે શાળાના આચાર્ય રમેશભાઈ વેકરીયા તથા મ.શિ. કાર્તિકભાઈ જોશી તથા સ્ટાફ એ અભિનંદન પાઠવેલ.
ઉપરોક્ત સન્માનિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો જીલ્લા કલેકટરશ્રી, કેશોદ, જુનાગઢના ધારાસભ્યશ્રીઓ, જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત શિક્ષણ ચેરમેનશ્રી એ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવેલ કે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે જ્ઞાનાત્મક સંબંધ જ નહીં બલ્કે સંવેગાત્મક સંબંધ હોવો જોઈએ. વધુમાં શિક્ષણનું જીવનમાં મહત્વ, નિયમિતતા, શિસ્ત અને સ્વચ્છતા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શૈક્ષણિક બાબતો ઉપર વિસ્તૃત છણાવટ કરેલ. સાથોસાથ જ્ઞાન કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવેલ. તેમ ગૌરાંગભાઈ ગોંડલીયાની અખબાર યાદી જણાવે છે.
*સી. વી. જોશી વિસાવદર*

IMG-20240908-WA0059-0.jpg IMG-20240908-WA0058-1.jpg