Gujarat

લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધ વિદ્યાલય થોરડીનું ગૌરવ

અખિલ ભારતીય શાળાકીય  સ્પર્ધા ૨૦૨૪માં સાવરકુંડલા તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કે. કે હાઈસ્કૂલમા યોજાયું હતું.

જેમાં લોકવિદ્યા મંદિર થોરડીની અંડર ૧૪ (ભાઈઓ)અંડર ૧૭ ભાઈઓ અને અંડર ૧૯ (ભાઈઓ)ની કબડીની ટીમો અને અંડર ૧૭ બહેનનોની ટીમોએ જબરદસ્ત જીત મેળવી હતી.

આમ કુલ ચાર ટીમો વિજેતા બની જે ટીમો હવે અમરેલી જિલ્લામા સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે અને ત્યાં જીત મેળવી જિલ્લામાંનું પ્રતિનિધિત્વ કરે તેવી સમગ્ર શાળા પરિવાર વતી શુભકામનાઓ આપવામાં આવે છે.

લોકવિદ્યાલય મંદિર થોરડી ટીમના કોચ અને પી. ટી. શિક્ષક  દિપુભાઈ ભૂંકણને આ તકે ખાસ અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

Reporter:- બિપીન પાંધી