Gujarat

સાવરકુંડલા લોહાણા જ્ઞાતિનું ગૌરવ

સાવરકુંડલાની અનેક સંસ્થા સાથે જોડાયેલા રશ્મિનભાઈ તેલીની દીકરી પંક્તિ અગાઉ કલા મહાકુંભમાં ભરતનાટ્યમમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ ત્યારબાદ યોજાયેલ ઇન્ડિયા ગ્રેટ ટેલેન્ટ ટીવી શોમાં પાંચમા ક્રમે આવેલ રાજકોટ સેમિફાઇનલમાં સિલેક્ટ થઈને જયપુર મુકામે ગ્રાન્ડ ફિનાલેમાં ટોપ પાંચમાં ઓલ ઇન્ડિયા ખાતે નંબર લાવેલ છે.
તે બદલ પંક્તિબેનને શહેરમાંથી શુભેચ્છકો દ્વારા ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહેલી છે અને ભવિષ્યમાં પણ તેણી  ઉતરોતર પ્રગતિ કરે તેવી જલારામ બાપાને પ્રાર્થનાઓ પણ થઈ રહી છે. આમ તેલી કુટુંબની દિકરીએ સમગ્ર પરિવાર તેમજ સાવરકુંડલા શહેરનું નામ રોશન કર્યું છે.
રિપોર્ટર – બિપીન પાંધી